-વેરો ન ચુકવતા બાકીદારો સામે મનપાની લાલ આંખ
રાજકોટ મનપાની વેરા વસુલાત શાખા દ્વારા ઘણા લાંબા સમય બાદ આળસ ખંખેરીને વેરા વસુલાતની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે આજે શહેરના વિવિધ વોર્ડમાંથી 45 મિલ્કતો સીલ તથા રૂા. 81.54 લાખની વસુલાત કરવામાં આવી છે. જેમાં આજ સવારથી જ વોર્ડ નં. 1માં આવેલ નાણાવટી ખાતે જાસલ કોમ્પલેક્ષમાં 2 યુનિટના બાકી રકમ માટે સીલની કાર્યવાહી કરતાં રૂા. 1.00 લાખ તથા ઓફિસના 331, 332, 413ના યુનિટને સીલ મારેલ છે. વોર્ડ નં. 4માં જુના મોરબી રોડ પર આવેલ રાજકોટ મર્ચન્ટ એસોસિએશનના યુનિટને સીલ મારેલ, સદ્ગુરુનગરમાં 1 યુનિટના સીલની કાર્યવાહી કરતાં રૂા. 1.60 લાખ વસુલ કરવામાં આવેલ. વોર્ડ નં. 5માં પેડક રોડ પર આવેલ સર્વેશ્ર્વર ચેમ્બર ગ્રા. ફલોર શોપ નં. 11 અને 13ના યુનિટને સીલ મારેલ છે. વોર્ડ નં. 6માં સંત કબીર રોડ પર આવેલ શ્રી સોનલ કોમ્પલેક્ષમાં આવેલ શોપ નં. 6 અને 7ને સીલ મારવાની કાર્યવાહી કરતાં રૂા. 1.26 લાખની વસુલાત કરેલ છે.
- Advertisement -
વોર્ડ નં. 7માં રજપૂતપરામાં આવેલ સંજય એપાર્ટમેન્ટ ઓફીસ નં. 307, 310 તથા મહાવીર નિવાસ, ઓફીસ નં. 20ને સીલ મારેલ છે. જ્યારે અક્ષર હાઉસમાં આવેલ શોપ નં. 1 અને 3ની સીલ મારવાની કાર્યવાહી કરતાં રૂા. 6.33 લાખની વસુલાત કરેલ છે. ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં આવેલ ગજહંસ કોમ્પલેક્ષમાં 1 યુનિટ અને 301ની ઓફિસમાંથી રૂા. 1.72 લાખની વસુલાત કરેલ છે. વોર્ડ નં. 8માં કાલાવાડ રોડ પર આવેલ બિઝનેશ પાર્કમાં ફર્સ્ટ ફ્લોર પર આવેલ શોપ નં. 101ને સીલ મારેલ છે. વોર્ડ નં. 9માં રૈયા રોડ ખાતે આવેલ શિવમ સોસાયટી અને નક્ષત્ર-7માં શોપ નં. 321, દીપક સોસાયટી ખાતે આવેલ નિર્માની ભવનની મિલ્કત તથા શ્યામપ્રભુ 7 મિલ્કતના બાકી વેરા રૂા. 5.77 માટે ટાંચ જપ્તીની નોટીસ પાઠવેલ છે. વોર્ડ નં. 10માં યુનિ. રોડ પર આવેલ ઉમિયા ટેલિકોમ તથા શિવશક્તિ કોલોની 2 યુનિટને સીલ મારેલ છે. કાલાવાડ રોડ પર આવેલ એસ. કે કિંગ્સ કોમ્પલેક્ષમાં 1 યુનિટને સીલ મારેલ છે. વોર્ડ નં. 12 વાવડી વિસ્તારમાં 2 યુનિટને રૂા. 2.57 લાખની સીલ મારવાની કાર્યવાહી કરતાં વસુલાત થયેલ છે.
વોર્ડ નં. 13 સ્વામિનારાયણ ચોકમાં 1 યુનિટને સીલ મારેલ છે. જ્યારે આનંદ બંગલા ચોક પાસે આવેલ કોટક બેન્કના યુનિટને સીલ મારેલ છે. બેકબોન શોપીંગ સેન્ટરમાંથી 4 યુનિટને સીલની કાર્યવાહી કરતાં રૂા. 1.20 લાખની વસુલાત કરેલ છે. ઉમાકાંત પંડિત ઉદ્યોગનગરમાંથી 2 યુનિટમાંથી રૂા. 1.89 લાખની વસુલાત જ્યારે ટેકનો હાઈડ્રોલીકના યુનિટને સીલ મારેલ છે. વોર્ડ નં. 15માં વર્ધમાન ઈન્ડ. એરિયામાં 2 સામે સીલની કાર્યવાહી કરતાં રૂા. 2 લાખની વસુલાત કરવામાં આવી છે. જ્યારે ચુનારાવાડમાં આવેલ કોશિયા લેન્ડ સર્વેને સીલ મારેલ છે. વોર્ડ નં. 16માં પટેલનગરમાં આવેલ પટેલ ડાય કાસ્ટીંગ પાસેથી રૂા. 1.65 લાખની વસુલાત કરેલ છે. 80 ફૂટ રોડ પર આવેલ મહાદેવ પોઈન્ટ પાસેથી રૂા. 1.77 લાખ, કોઠારીયા રોડ પર આવેલ મહાદેવ હાર્ડવેર પાસેથી રૂા. 2.18 લાખની વસુલાત કરે છે. વોર્ડ નં. 18માં કોઠારીયા રોડ પર આવેલ સોમનાથ ટ્રેડર્સ, ધરમનગર કો.ઓ.હા. સોસાયટીમાં ક્રિષ્ના કોમ્પલેક્ષ, અને બાલાજી મેઈન રોડ પર આવેલ બ્રહ્માણી એન્ટરપ્રાઈઝ સામે કડક વસુલાત કરતાં રૂા. 15 લાખની વસુલાત કરેલ છે.
રાજકોટ મનપાની વેરા વસુલાત શાખા દ્વારા ત્રણેય ઝોનમાં 45 મિલ્કતોને સીલ કરવામાં આવેલ છે. જ્યારે રૂા. 81.54 લાખ વસુલાત કરેલ છે. આ કામગીરીમાં આસી. મેનેજર ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા તથા તમામ વોર્ડ ઓફિસર, તમામ વોર્ડ ટેક્ષ ઈન્સ્પેકટર દ્વારા આસી. કમિશનર સમીર ધડુક તથા વી. એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.