સોમનાથ ખાતે ઉજવાયો પ્રભાસોત્સવ-25
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.3
નવવર્ષને વધાવવા છેલ્લા 17 વર્ષથી સોમનાથ ખાતે શ્રી રામ મંદિર ઓડીટોરીયમ માં ‘પ્રભાસોત્સવ-25’ નો કાર્યક્ર્મ યોજાયો હતો. જેમાં ગુજરાતની 29 જીલ્લા સમિતિના કુલે 400 જેટલા કલાકારોએ પોતાની કલાના કામણ પાથર્યા હતા. આ વખતે પંચશીલ અભિયાન અંતર્ગત પર્યાવરણ થીમ પર સાંસ્કૃતિક કૃતિઓ રજુ થઇ હતી.
- Advertisement -
આ પ્રસંગે ઉપસ્થિત અખિલ ભારતીય અધ્યક્ષ ડો. મૈસુર મંજુનાથે ગુજરાત સંસ્કારભારતી દ્વારા ચાલતા આ વિશિષ્ટ સાંસ્કતિક યાત્રાની સરાહના કરી હતી અને આ પ્ર્સંગે આનંદ વ્યકત કરી પ્રાંતને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે સોમનાથ ભગવાનના સાનિધ્યમાં આવવુ અને કલા પ્રદર્શિત કરવી તે ગૌરવવંતી ક્ષણ કહેવાય. તેમણે સંસ્કારભારતી ના નેજા હેઠળ પ્રથમ વખત પોતાની ભારતીય વાયોલિન વાદનની કલાની પ્રસ્તુતિને જીવનની યાદગાર ક્ષણ ગણાવી હતી. આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા સમિતિના 35 જેટલાં કલાકારોએ ત્રણ કૃતિની અદભુત કૃતિની પ્રસ્તુતિ કરીને કલાના કામણ પાથર્યા હતા જેમાં મોરબીના ખાખરાળાં નું પ્રખ્યાત અને ઇન્ટરનેશનલ એવોર્ડ વિજેતા સ્વામીવિવેકાનંદ ભવાઈ મંડળ નાયક પ્રાણલાલ પૈજા અને સાથી કલાકાર મિત્રો દ્વારા ભવાઈ ની અદભુત પ્રસ્તુતિ રજુ કરેલ, મોરબીની સાર્થક વિદ્યામંદિર નું રુદ્રિકા ગરબા ગ્રુપ રવિરાજ પૈજા અને શિલ્પાબેન ગઢવી દ્વારા તૈયાર કરાયેલ પંચતત્વ ગરબાની પ્રસ્તુતિ તેમજ સંગીત શિક્ષક પાવન રામાનુજ દ્વારા તૈયાર કરાયેલ પલક બરાસરા ગ્રુપ દ્વારા લોકગીતની પ્રસ્તુતિ કરાઈ હતી આસાથે મોરબી જીલ્લા સંસ્કાર ભારતીના અધ્યક્ષ અશ્વિનભાઇ બરાસરા, મહામંત્રી પ્રાણલાલ પૈજા કોસાધ્યક્ષ મયુરીબેન કોટેચા માતૃશક્તિના સંયોજક માધુરીબેન વારેવાડીયા, કલાધરોહારના એડવોકેટ મિતેશભાઈ દવે, સાહિત્યવિભાગ સંયોજક ડો. બ્રિજેશભાઈ બરાસરા, સંગીતશાખાના મનીષાબેન ગોસાઈ, દ્રષ્યકલા સંયોજક ભાટીન એન. સહિતના સમિતિના સદસ્યો જોડાયેલ.