આજે ચોથા તબક્કામાં 10 રાજ્યમાં મતદાન
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.13
- Advertisement -
લોકસભા 2024ની ચૂંટણીમાં અત્યાર સુધીમાં ત્રણ તબક્કામાં કુલ 283 બેઠકો પર મતદાન થયું છે. લોકસભાની 102 બેઠકો માટે પ્રથમ તબક્કાનું એપ્રિલની 19મીએ, 88 બેઠકો માટે બીજા તબક્કાનું એપ્રિલની 26મીએ જ્યારે 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું 7મી મેએ મતદાન થયું હતું. ત્યારે આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો માટે મતદાન શરૂૂ થઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે આજે કુલ 1,717 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે.
ચોથા તબક્કામાં વિવિધ રાજકીય પક્ષોના કુલ 1717 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં આંધ્ર પ્રદેશમાં 454, બિહારમાં 55, જમ્મુ-કાશ્મીરમાં 24, ઝારખંડમાં 45, મધ્ય પ્રદેશમાં 74, મહારાષ્ટ્રમાં 298, ઓડિશામાં 37, તેલંગાણામાં 525, ઉત્તર પ્રદેશમાં 130 અને પશ્ચિમ બંગાળમાં 75 ઉમેદવારોનો સમાવેશ થાય છે. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના 1 વાગ્યાના બપોર સુધીના મતદાનના આંકડા સામે આવી ગયા છે. જેમાં સૌથી વધુ મતદાનની ટકાવારી પ.બંગાળમાં તો સૌથી ઓછી જમ્મુ-કાશ્મીરમાં જોવા મળી રહી છે. પ.બંગાળમાં અત્યાર સુધીમાં 51.87% મતદાન થઈ ચૂક્યું છે. જ્યારે સરેરાશ આંકડાની વાત કરીએ તો તમામ રાજ્યોની લોકસભા બેઠકો પર 40.32% ટકા જેટલું મતદાન નોંધાઈ ચૂક્યું છે. હૈદરાબાદની લોકસભા બેઠક પર ઓવૈસી અને ભાજપના ફાયરબ્રાન્ડ મહિલા ઉમેદવાર માધવી લતા ચૂંટણી લડી રહી છે. આ બેઠક વધુ ચર્ચામાં છે. જોકે અહીં તાજેતરમાં એક એવો વિવાદ સામે આવ્યો કે મતદાન વખતે બુરખો પહેરીને આવેેેલી મહિલાઓના ચહેરાની ઓળખ કરવા માટે તેમના ચહેરા પરથી બુરખા હટાવાયા હતા. જેનેે લઈને લોકોને વાંધો ઊઠાવ્યો હતો.
જમ્મુ-કાશ્મીરમાં પણ મતદારોનો ઉત્સાહ ટોચે
આ વખતે જમ્મુ-કાશ્મીરમાં પણ મતદારોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મતદાન કેન્દ્રો પર સવારથી જ મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
- Advertisement -
1 વાગ્યા સુધીનું મતદાન
રાજ્ય -મતદાન
આંધ્રપ્રદેશ -40.26%
બિહાર -34.44%
જમ્મુ-કાશ્મીર -23.57%
ઝારખંડ -43.80%
મધ્યપ્રદેશ -48.52%
મહારાષ્ટ્ર -23.85%
ઓડિશા -39.30%
તેલંગાણા -40.38%
ઉત્તરપ્રદેશ -39.68%
પ.બંગાળ -51.87%