રાજકોટ જિલ્લા પંચાયત માર્ગ-મકાન વિભાગ દ્વારા તુટેલા કોઝવે અને નવા રસ્તા બનાવવા દરખાસ્ત કરાઇ
રાજકોટ :- ભારે વરસાદને લીધે નુકશાનગ્રસ્ત થયેલા જિલ્લાના ગ્રામીણ ૨૮ માર્ગોને કામચલાઉ ધારણે ખુલ્લા કરી મરામત કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. કોઝવે સહિત અસરગ્રસ્ત રસ્તા-પુલીયા બનાવવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં ખાસ કરીને લોધીકા,પડધરી, ઉપલેટા, જામકંડોરણા સહિતના તાલુકાના ગામોમાં તા.૧૩/૦૯/૨૦૨૧ના ભારે વરસાદને લીધે રસ્તામાં ધોવાણ થયું હતું. તેમજ કોઝવે, પુલીયાને પણ નુકશાન થયું હતું. જેને લીધે વાહન વ્યવહાર ખોરવાયો હતો.
- Advertisement -

રાજકોટ જિલ્લા પંચાયત માર્ગ મકાન-વિભાગ કાર્યપાલક ઇજનેરના જણાવ્યા મુજબ હાલ ૨૮ રસ્તા ટ્રાફીકેબલ કરવામાં આવ્યા છે. આ રસ્તામાં જયાં વધારે નુકશાન છે ત્યાં નવો રોડ બનાવવા, નાના પુલના કામો વિગેરે માટે દરખાસ્ત કરવામાં આવી છે.
હાલ મરામત કરવામાં આવેલ રસ્તાની તાલુકા વાઇઝ વિગતો જોઇએ તો પડધરી તાલુકામાં ૭, લોધીકા-૬, ગોંડલ-૨, કોટડા સાંગાણી-૨, જામકંડોરણા-૨, ઉપલેટા-૫ અને રાજકોટ તાલુકામાં ૪ મળી કુલ ૨૮ રસ્તા યુધ્ધના ધોરણે રીપેર કરવામાં આવ્યા છે.
- Advertisement -



