જૂનાગઢ-પોરબંદર ઘેડ પંથકમાં પાણી ભરાવવાની સમસ્યાનો અંત આવશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના સઘન પ્રયાસોથી કેશોદ-પોરબંદર ઘેડ પંથકમા ચોમાશા દરમ્યાન પડતી મુશ્કેલીઓનો અંત આવશે. જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની યાદી જણાવ્યું છે કે, જુનાગઢ તથા પોરબંદરના ઘેડ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોમાં વધારે વરસાદના કારણે પાણી ભરાવવાથી ઘેડ વિસ્તારના ગામો સંપર્ક વિહોણા બને છે. અને તેને મેડીકલ કે અન્ય કોઈ સહાય પહોંચાડી શકાતી નથી. ઉપરાંત ભારે વરસાદના કારટે પાણી ભરાવવાથી ખેડુતોને પાકમાં મુશ્કેલી સર્જાય છે. અને આર્થીક નુકશાની પણ સહન કરવી પડે છે.
- Advertisement -
આ ઘેડ પંથકની સમસ્યાઓનું આજીવન સમાધાન કરવા માટે પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબના સઘન પ્રયત્નો અન્વયે સરકાર દ્વારા ઘેડ વિસ્તારમાં સર્વે કરવા માટે માર્ગ અને મકાન વિભાગમાં (પી.ડબલ્યુ.ડી) અંદાજે રૂ. 4 કરોડ મંજુર કરવામાં આવેલ છે. આ સર્વેમાં ઘેડ વિસ્તારના રોડ તથા નાળા-પુલીયા નુ સર્વે કરવામાં આવશે. સર્વે બાદ તે કામોનુ બજેટ મંજુર કરી અને તે કામો કરવામાં આવશે જેના કારણે ઘેડ વિસ્તારમાં ચોમાસા દરમ્યાન વારંવાર પાણી ભરાવાથી સર્જાતિ મુશ્કેલીઓનો આજીવન અંત આવશે. અને વધારે વરસાદ પડે તો પણ ઘેડ વિસતારનું એક પણ ગામ સંપર્ક વિહોણુ ના બને અને જરૂરી મદદ તાત્કાલીક પહોંચાડી શકાશે. પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબના સઘન પ્રયાસોના કારણે ઘેડ વિસ્તારની મોટી સમસ્યાનો આજીવન અંત આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણેપોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા ઘેડ પંથકના ગામડાઓનો પ્રવાસ કરી તેની રજુઆતો સાંભળીને ગુજરાત સરકાર દ્વારા અતિવૃષ્ટીના કારણે થયેલ પાક નુકશાન માટે આર્થીક સહાય જાહેર કરેલ છે.



