આજે નેપાળની ધરતી ભૂકંપથી હચમચી ધ્રુજી ઉઠી. વહેલી સવારે લોકો જ્યારે ઊંઘમાં હતા ત્યારે ભૂકંપના આંચકા અનુભવાયા. ઘરના દરવાજા અને બારી ધ્રૂજવા લાગ્યા કે તરત જ લોકો ઘરની બહાર દોડી આવ્યા.
નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી (NCS) અને યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) એ નેપાળમાં ભૂકંપની પુષ્ટિ કરી. સાથે એ પણ જણાવવામાં આવ્યું કે આ ભૂકંપનું કેન્દ્ર જુમલા જિલ્લામાં ધરતીની નીચે 10 કિલોમીટરની ઊંડાઈમાં હતું. જો કે ભૂકંપના કારણે જાનમાલને કોઈ નુકસાન નથી થયું, પરંતુ ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટનો માહોલ છે. કારણ કે આ પહેલા વર્ષ 2023માં નેપાળમાં આવેલા ભૂકંપમાં 70થી વધુ લોકોના જીવ ગયા હતા.
- Advertisement -
ઝિમ્બાબ્વેમાં પણ આવ્યો હતો ભૂકંપ
શુક્રવારે 20 ડિસેમ્બરે ઝિમ્બાબ્વે માં પણ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 માપવામાં આવી હતી. આ ભૂકંપ કરીબાના દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં 22 કિલોમીટર દૂર આવ્યો હતો.
ભૂકંપ ભારતીય સમય અનુસાર બપોરે 12:41 વાગ્યે આવ્યો હતો, જેની પુષ્ટિ યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS) દ્વારા કરવામાં આવી હતી. આ ભૂકંપના કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી, પરંતુ લોકો ઘરની બહાર નીકળીને રસ્તા પર બેસી ગયા હતા.
- Advertisement -
વનુઆતુમાં આવ્યો જોરદાર ભૂકંપ
જણાવી દઈએ કે 2 દિવસ પહેલા પ્રશાંત મહાસાગરમાં આવેલા દેશ વનુઆતુમાં ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.3 માપવામાં આવી હતી. વાનુઆતુ એ પ્રશાંત મહાસાગરની મધ્યમાં સ્થિત 80 ટાપુઓનો દેશ છે.
આ ભૂકંપના કારણે 14 લોકોના મોત થયા અને 3.5 લાખથી વધુ લોકો બેઘર બની ગયા. કારણ કે તેમના ઘરો ખરાબ રીતે ધ્વસ્ત થઈ ગયા. આ ભૂકંપને કારણે અમેરિકા, બ્રિટન, ફ્રેન્ચ અને ન્યુઝીલેન્ડના દૂતાવાસોની ઓફિસોને પણ ઘણું નુકસાન થયું છે. ભૂકંપના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.