-પંચમહાલમાં હાઈએસ્ટ 42, અમદાવાદ-પાટણમાં 41 ડિગ્રી: અમરેલીમાં 40 અને રાજકોટમાં 39.7 ડિગ્રી સુધી પારો પહોંચી ગયો
સૌરાષ્ટ્ર-કચ્છનાં અમૂક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં તા.14 સુધી માવઠાની આગમરી કરાઈ છે. જો કે આજ સુધી કમોસમી વરસાદનાં કયાંય વાવડ 1 થી પરંતુ ઉનાળાએ અસલી સ્વરૂપ દેખાડવાનું શરૂ કરી દિધું છે અને ઠેર-ઠેર તાપમાન 40 થી 42 ડિગ્રી, સુધી પહોંચી ગયું છે.
- Advertisement -
ચાલુ ઉનાળુ સિઝનમાં સૌપ્રથમવાર ગઈકાલે પંચમહાલ જિલ્લામાં 42.1 ડિગ્રી, જેટલું આકરૂ તાપમાન નોંધાયુ હતું. આ સાથે રાજયનાં કુલ-17 શહેરોમાં ગઈકાલે 39 થી 42 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન નોંધાતા લોકોએ અંગ દઝાડતો તાપ સહન કર્યો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે અમદાવાદ ખાતે 41 ડિગ્રી, અમરેલીમાં 40.4 વડોદરામાં 40.2, ભાવનગરમાં 39, છોટા ઉદેયપૂરમાં 40.3 દાદરાનગર હથેલીમાં 40, દોહાદમાં 39.1, ડાંગમાં 40.3, ડિસામાં 39, ગાંધીનગરમાં 40.5, અને જૂનાગઢ ખાતે 39.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
આ ઉપરાંત નર્મદા જિલ્લામાં 40.1, પંચમહાલમાં 42.1, પાટણમાં 41.5, રાજકોટ શહેરમાં 39.7, સેલવાસમાં 40 અને સુરતમાં પણ 40 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે આકરી ગરમી અનુભવાઈ હતી.અત્રે ઉલ્લેખનીય છે કે આજે પણ સવારથી રાજકોટ સહિત વિવિધ સ્થળોએ સૂર્યપ્રકાશિત વાતાવરણ વચ્ચે 19 થી 26 ડિગ્રી સુધીનું લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.