ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ આરોગ્ય માટે ફાયદા રૂપ એવા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું તબક્કા વાર આયોજન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં જૂનાગઢ જિલ્લામાં ગ્રામ્ય અને વોર્ડ કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી.
જેમાં 39,562 લોકો આ સ્પર્ધામાં ઉત્સાહભેર સહભાગી થયા હતા. આ સ્પર્ધામાં ગ્રામ્ય કક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધકો હવે તાલુકા કક્ષાએ અને મહાનગરપાલિકા નગરપાલિકા કક્ષાએ વોર્ડ કક્ષાએ વિજેતા થયેલ સ્પર્ધકો ઝોન કક્ષામાં ભાગ લેશે. આ સ્પર્ધાઓ તા.23 ડિસેમ્બર રોજ યોજવામાં આવશે તેમજ જૂનાગઢ જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા તા.26 ડિસેમ્બરના રોજ ઉપરકોટ કિલ્લા ખાતે યોજાશે.