વેરાવળમાં સ્વામી શાંતિ પ્રકાશ હોલ ખાતે ઉત્તર સિંઘ પંચાયતના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.આ તકે વિવિધ ક્ષેત્રના 39 વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતાં. પ્રોજેક્ટ ચેરમેન મનોજભાઈ ટહેલિયાણીએ જણાવ્યું હતું કે,આજે સિંધી સમાજમાં વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યા છે.જે ખૂબ મહત્વનું છે.ઉપરાંત સમાજને જ્યારે જરૂર જણાય ત્યારે જે વિદ્યાર્થીઓ પોતાના ક્ષેત્રમાં આગળ હોઈ તેઓ સમાજને મદદરૂપ બને તેવો અનુરોધ કર્યો હતો.ઉત્તર સિંઘ પંચાયતના પ્રમુખ રમેશભાઇ આહુજા એ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરી વિદ્યાર્થીઓ વધુને વધુ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ ચંદનાણીએ જણાવ્યું હતું કે,સિંધી સમાજ માત્ર વેપારમાં જ આગળ હતો,જે આજના સમયમાં વિવિધ ક્ષેત્રમાં પણ આગળ આવી રહ્યો છે. જનરલ સિંધી પંચાયતના પ્રમુખ લાલાભઈ ત્રિલોકાણીએ સમસ્ત આયોજન બદલ ટીમના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.આ તકે લાલાભઈ ત્રિલોકાણી, રમેશભાઇ આહુજા, લક્ષ્મણભાઈ ચંદનાણી, અરજનભાઈ ચાવલા,પ્રકાશભાઇ આહુજા, હીરાભાઈ ઠાકવાણી, વિશનદાસ દેવનદાસ, નરેન્દ્રભાઇ સંગતાણી સહિતના હાજર રહ્યાં હતાં.
વેરાવળમાં ઉત્તર સિંઘ પંચાયત દ્વારા 39 વિદ્યાર્થીઓનું સન્માન

Follow US
Find US on Social Medias