તાલાલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં 657 વીજ જોડાણ ચેકિંગ કર્યા: 86માં ગેરરીતિઓ ઝડપાઈ
વેરાવળ PGVCLના કાર્યપાલક ઈજનેર જી.બી.વાઘેલાનાં માર્ગદર્શન હેઠળ રાજકોટ, પોરબંદર, વેરાવળ, જૂનાગઢ, તાલાલા વિજ વિભાગની સંયુક્ત ટીમો ચેકીંગમાં જોડાઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.9
તાલાલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી વિજ પાવર ચોરીનું દુષણ દુર કરવા 38 ટીમો દ્વારા વ્યાપક પ્રમાણમાં વિજ પાવર ચેકીંગ કરવામાં આવતા વિજ ચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. વેરાવળ વિજ કચેરીના જણાવ્યા પ્રમાણે વેરાવળ પી.જી.વી.સી.એલ.ના કાર્યપાલક ઇજનેર જી.બી.વાઘેલા નાં માર્ગદર્શન હેઠળ તાલાલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના ગાભા ગીર,ઘુંસિયા,રમળેચી ગીર,ગલીયાવડ વિગેરે ગામોમાં રાજકોટ,પોરબંદર,વેરાવળ,જુનાગઢ,તાલાલા વિજ વિભાગની અલગ અલગ 38 ટીમો દ્વારા વિજ પાવર ચેકીંગ કરવામાં આવેલ..ચેકીંગ ટીમોએ કુલ 657 વિજ જોડાણ ચેકીંગ કર્યા જે પૈકી 86 વિજ જોડાણમાં ગેરરીતિઓ ઝડપાઈ હતી.વિજ પાવરમાં ગેરરીતિઓ વાળા ગ્રાહકોને રૂ.22 લાખ 55 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તાલાલા પંથકમાં વિજ પાવર ચોરીનું દુષણ અટકાવવા એકી સાથે 38 ટીમો ત્રાટકતા પાવર ચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.તાલાલા પંથકમાં આગામી દિવસોમાં વિજ પાવર ચોરીનું દુષણ અટકાવવા વ્યાપક પ્રમાણમાં વિજ પાવર ચેકીંગ કરવામાં આવશે તેમ વિજ કચેરીના અધિકારીઓએ જણાવ્યું હતું.