ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના માત્ર 600 ની વસ્તી ધરાવતા નાનકડા એવા જિલ્લાના ગામમાં વૃક્ષો માટે એક અનોખો ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. માણાવદર તાલુકાના જિલ્લાના ગામમાં ફરતે 1200 વીઘા થી વધુ જમીનમાં ગાંડા બાવળ ઊગી નીકળ્યા હતા જેના કારણે જમીન પણ કોઈ કામમાં આવી નહિ ત્યારે ગામના વતની અને પ્રકૃતિ મિત્ર એવા સંજયભાઈ મેંદપરા, જે.કે પટેલ, મનસુખભાઈ મેંદપરા ને ગામ માટે કંઈક કરવાની પ્રેરણા હોય અને તેના ભગીરથ કાર્યમાં સમગ્ર ગામ લોકો સહકારથી આ નાનકડા એવા ગામમાં 35,000 થી વધુ વૃક્ષો વાવવામાં આવશે. 800 વીઘાથી વધુ જમીનમાં વિવિધ પ્રકારના વૃક્ષો વાવીને આ ભગીરથ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અને આગામી સમયમાં 35,000 વૃક્ષો વવાશે. જેમાં અત્યાર સુધીમાં 9500 જેટલા વુક્ષો વાવવામાં આવ્યા છે. આગામી 5 વર્ષ સુધી આ સુધી પ્રોજેક્ટ ચાલશે. જેમાં આજે જિલ્લાના ગામ ખાતે વૃક્ષ વંદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પોરબંદર વિસ્તારના સાંસદના પ્રતિનિધિ તરીકે સાવનભાઈ ધડુક, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, વન વિભાગના અધિકારીઓ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષો વાવીને કામ પૂર્ણ નથી થઈ જતું. ત્યારે આ વૃક્ષોને માવજત કરવાનું કામ પણ અઘરું જ છે અને આટલા વૃક્ષોને દરરોજ પાણી પહોંચાડવું પણ કઠિન કાર્ય છે ત્યારે આ કાર્યને પહોંચવા માટે 40000 મીટર ડીપ ઈરીગેશન જમીનમાં પાથરવામાં આવી છે.
માણાવદર તાલુકાના 600ની વસ્તી ધરાવતા એવા ગામમાં 35,000 વૃક્ષોનું રોપણ કરાશે
