જુનાગઢ જિલ્લાના પ્રભારી અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે મળેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં આગામી નવા નાણાકીય વર્ષ 23-24 માટે તાલુકા આયોજન હેઠળના નવા 335 કામોને બહાલી આપી હતી. ગ્રામ્ય વિસ્તારમાં રૂા. 787 લાખના ખર્ચે આ કામો પૂર્ણ કરાશે. જેમાં જિલ્લાની સાત નગરપાલિકામાં નગરપાલિકા વિવેકાધીન યોજના અંતર્ગત 127 લાખના 16 કામોને પણ બહાલી આપી હતી. આ યોજનામાં દરેક નગરપાલિકાને રૂપિયા 25 લાખ ફાળવવામાં આવશે.જૂનાગઢ જિલ્લામાં આયોજન હેઠળ ચાલુ વર્ષમાં પ્રગતિ હેઠળના અંદાજે 40 કરોડના કામોની સમીક્ષા કરવામાં આવી હતી.આજની મિટિંગમાં ગ્રામ્ય વિસ્તારમાં સીસી રોડ, પુલીયા પુર સરક્ષણ દીવાલો સહિતના કામો માન્ય રાખવામાં આવ્યા હતા. ધારાસભ્ય -સંસદ સભ્ય દ્વારા પણ કામોની દરખાસ્તો આગામી નાણાકીય વર્ષ માટે મંજૂર કરવામાં આવશે અને તેની અલગથી સરકારશ્રીના નિયમ અનુસાર જોગવાઈ કરવામાં આવે છે.
જૂનાગઢ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 787 લાખના 335 કામોને મંજૂરી
Follow US
Find US on Social Medias