ડીસીબીનો પોપટપરામાં, એલસીબીનો સંતોષીનગરમાં, માલવિયાનગરનો આંબેડકરનગરમાં દરોડો
રોકડ, 8 મોબાઈલ સહિત 6.18 લાખનો મુદ્દામાલ કબજે કરતી પોલીસ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેર ડીસીબીની ટીમે બાતમી આધારે પોપટપરાની રઘુનંદન સોસાયટીમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી જુગાર રમતા કાસમ ઉર્ફે કડી ખમીસાભાઈ જૂણાચ, સચિન ઉર્ફે લાલો સંજયભાઇ વધિયા, સબબીર ઉર્ફે જાબર સીદીકભાઈ જુણેજા, નવઘણ ઉર્ફે રાજ મહેશભાઈ દારોદ્રા, રાધિકા ઉર્ફે તોફાની રાધા હર્ષદભાઈ ધામેચા, નયનાબેન બાબુભાઇ ગિલવા અને મનીષા ઉર્ફે ડોલી રસિકભાઈ વૈષ્ણવને ઝડપી લઈ રોકડા 2.40 લાખ અને 8 મોબાઈલ સહિત 5.70 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
જ્યારે એલસીબી ઝોન 2ની ટીમે બાતમી આધારે રેલનગરના સંતોષીનગર પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા રાકેશ મગનભાઇ મકવાણા, કમલેશ ગાંડુભાઈ પરમાર, રોશન સેવારામ ભદલાણી, અમિત સુરેશ કુશવાહા, લાલા દાનજીભાઈ કુકાવા, કમલેશ મોહનભાઇ પંજાબી, કિશોર પ્રાગજીભાઈ ઝાલા, યોગેશ મધુકરભાઈ ભામરે, મહેન્દ્ર સાહેબરાવ પાટિલ, મુકેશ લાલસિંગ ગણાવા, અશ્વિન કાનજીભાઇ ડાભી, કિશોર ભૂપતભાઈ જીંજુવાડીયા, અશ્વિન ધનજીભાઇ જાખેલીયા, નિર્મલદીપ વરુણદીપ, પ્રતિક અમૃતભાઈ અઘોલા, સંજય હરિભાઇ વાઘેલા, રવિ મનહરભાઈ ચૌહાણ, હરેશ રમેશભાઈ પુરબીયા, રિતેશ જગદીશભાઇ સોલંકી અને સંજય બધાભાઈ ચાવડાને દબોચી લઈ રોકડ 33,050 કબજે કર્યા હતા માલવિયાનગર પોલીસે બાતમી આધારે આંબેડકરનગરમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા નરેન્દ્ર ગોપાલભાઈ ચાવડા, અનિલ મુકેશભઇ પરમાર, અશોક ગાંગજીભાઈ પરમાર, હરેશ રાઘવભાઈ ચુડાસમા, આશિષ મહેન્દ્રભાઈ પારેખ અને ચંદુ દેસાભાઈ બગડાને ઝડપી લઈ 14,900 કબજે કર્યા છે.