પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એસ.રાણેનાઓના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ. જે.આર.સોલંકી, પો.કોન્સ. રાજદિપભાઈ પટગીર તથા સર્વેલન્સ ટીમ દ્વારા અત્રે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ મોબાઈલ ફોનની ફરિયાદ/અરજી ઉપરથી ‘CEIR’ પોર્ટલ તથા હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરી ‘CEIR’ પોર્ટલમાં સતત મોનિટરીંગ કરી છેલ્લા બે મહિનામાં આવા ગુમ મોબાઈલ ફોન પૈકી કુલ-32 મોબાઈલ ફોન જેની કુલ કિ.રૂ.6,05,193/- ના શોધી રીકવર કરવામાં આવેલ નાયબ પોલીસ કમિશનર જગદીશ બાંગરવા તથા અમોની ઉપસ્થિતીમાં બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રજાની બહોળી સંખ્યાની હાજરીમાં ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ અને મોબાઈલના માલિકોને પરત કરી આપવામાં આવેલ હતા.
‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત 32 મોબાઈલ મૂળ માલિકને પરત કરાયા

Follow US
Find US on Social Medias