મારુતિ ગરબી મંડળ દ્વારા ભવ્ય આયોજન; ભાજપ અગ્રણી કનુભાઈ ધાખડા દ્વારા દર વર્ષની જેમ બાળાઓનું સન્માન
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા તાલુકાના વાવેરા ગામે મારુતિ ગરબી મંડળ દ્વારા આયોજિત 31મા નવરાત્રી મહોત્સવનું નવ દિવસ સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાની બાળાઓએ ઉત્સાહભેર ગરબે ઘૂમી મા અંબાની આરાધના કરી હતી.
બાળાઓના પ્રોત્સાહન અર્થે દશેરાના પાવન પર્વે ભાજપના આગેવાન કનુભાઈ ધાખડા દ્વારા 300 જેટલી બાળાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કનુભાઈ ધાખડા દર વર્ષે નાની બાળાઓને પ્રોત્સાહિત કરવા આ પ્રવૃત્તિ કરે છે. આ કાર્યક્રમમાં પૂર્વ સરપંચ બીસુભાઈ ધાખડા, કાચુબેન બાંભણિયા તેમજ ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી બાળાઓને પ્રોત્સાહિત કરી હતી.