સુશાસન સપ્તાહ નિમિત્તે કાર્યક્રમનું આયોજન
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અભિવાદન માટે રોડ શો યોજાશે
તા.25 થી 30 સુધી યોજનારા સુશાસન સપ્તાહના કાર્યક્રમ અંગે જાણકારી આપતા ક્લેકટર
ખાસ-ખબર સંવાદદાતા
દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપેયીની જન્મ જયંતી નિમિત્તે સુશાસન સપ્તાહની ઉજવણી રાજયભરમાં રાજય સરકાર તેમજ રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કરાશે. જે અન્વયે રાજ્યની ત્રણેય અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.
રાજકોટ જિલ્લામાં પણ આ કાર્યક્રમનું સુચારુ આયોજન થાય, તે અંગે મિટિંગ કલેક્ટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં સમગ્ર સપ્તાહ દરમિયાન યોજાનારા વિવિધ વિભાગોના જિલ્લા કક્ષાના કાર્યક્રમો માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરાઈ હતી. આ કાર્યક્રમોમાં લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરાશે.
- Advertisement -
સુશાસન સપ્તાહનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ તા.31 ના 11 વાગ્યે ધર્મેન્દ્ર કોલેજ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે. જેનું જીવંત પ્રસારણ સમગ્ર રાજ્યમાં કરાશે. આ જ દિવસે ગ્રામ પંચાયતના ઘરોનું ભૂમિ પૂજન, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને નવીન મકાન સહાયનું વિતરણ, મકાન સહાયનું વિતરણ, વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણોના કાર્યક્રમો યોજાશે. મુખ્યમંત્રીશ્રીને આવકારવા – અભિવાદન માટે મુખ્ય કાર્યક્રમ પહેલા એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધી રોડ શો યોજાશે.