કેનેડાના રિચમંડ હિલમાં સ્થિત એક હિન્દુ મંદિરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે છેડછાડ કરવામાં આવી હતી.
પોલીસનું કહેવું છે કે તેને હેટ ક્રાઈમ તરીકે તપાસવામાં આવી રહી છે. યોર્ક પ્રાદેશિક પોલીસના જણાવ્યા અનુસાર, યોંગ સ્ટ્રીટ અને ગાર્ડન એવન્યુ વિસ્તારમાં આવેલા વિષ્ણુ મંદિરમાં પાંચ મીટર ઊંચી ગાંધીજીની પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી.
- Advertisement -
યોર્ક પ્રાદેશિક પોલીસે કહ્યું કે, મૂર્તિ પર ખાલિસ્તાન પણ લખેલું છે
યોર્ક પ્રાદેશિક પોલીસના પ્રવક્તા એમી બૌડ્રેઉએ કહ્યું કે કોઈએ પ્રતિમાને વિકૃત કરી. તેણે કહ્યું કે મૂર્તિ પર ખાલિસ્તાન પણ લખેલું છે. તેમણે કહ્યું કે પોલીસનું કહેવું છે કે, આ મામલાની તપાસ હેટ ક્રાઈમના રૂપમાં કરવામાં આવશે. તેમજ જે લોકો જાતિ, રાષ્ટ્રીય અથવા વંશીય મૂળ, ભાષા, રંગ, ધર્મ, ઉંમર, લિંગ, લિંગ ઓળખ, લિંગ અભિવ્યક્તિ અને તેના જેવા આધારે અન્યોને નુકસાન પહોંચાડે છે તેઓ કાયદાની સંપૂર્ણ હદ સુધી કાર્યવાહી કરવામાં આવશે.
આ મૂર્તિ 30 વર્ષથી વધુ સમયથી છે.
મંદિરના પ્રમુખ ડૉ. બુધેન્દ્ર દુબેએ જણાવ્યું હતું કે મૂર્તિ તેના વર્તમાન સ્થાન, શાંતિ ઉદ્યાનમાં 30 વર્ષથી વધુ સમયથી છે. તેણે કહ્યું કે તેને ક્યારેય કોઈ રીતે નુકસાન થયું નથી. બુધવારે વહેલી સવારે તેનું નુકસાન જાણવા મળ્યું હતું. ડૉ. બુધેન્દ્ર દુબેએ કહ્યું, “અમે અહીં રિચમન્ડ હિલમાં આટલા વર્ષો સુધી શાંતિથી જીવ્યા છીએ અને આવું ક્યારેય બન્યું નથી. અમે આશા રાખીએ છીએ કે આ વસ્તુઓ ન બને. પરંતુ તમે શું કરી શકો? તેમણે કહ્યું,આપણેને ગાંધીજીએ જે રીતે શીખવ્યું તે રીતે જીવી શકીશું, તો આપણે કોઈને કે કોઈ સમુદાયને નુકસાન પહોંચાડીશું નહીં.
- Advertisement -
Statue of Mahatma Gandhi defaced at Hindu temple in Canada, police probing it as hate crime
Read @ANI Story | https://t.co/u0JBICyD3F#MahatmaGandhi #Statuedefaced #GandhiStatue pic.twitter.com/30IqfuHkWG
— ANI Digital (@ani_digital) July 14, 2022
ભારતીય દૂતાવાસ અને ભારતના હાઈ કમિશને કરી આ ઘટનાને વખોડી
ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસ અને અને ઓટાવામાં ભારતના હાઈ કમિશને આ ઘટનાની નિંદા કરી હતી. બંનેએ કહ્યું કે તેઓએ કેનાડાના અધિકારીઓ સાથે આ ગુનાને લઈને સંપર્ક કર્યો છે. ભારતીય દૂતાવાસે આ ગુનાને બર્બરતાનું ધિક્કારપાત્ર કૃત્ય ગણાવ્યું હતું,ભારતના હાઈ કમિશને કહ્યું કે આ અપરાધથી ભારતીય સમુદાયમાં ચિંતા અને અસુરક્ષા વધી ગઈ છે. હાઈકમિશને જણાવ્યું કે, અમે આ મામલાને વહેલી તકે ન્યાય અપાવવા માટે કેનેડા સરકારનો સંપર્ક કરવામાં આવ્યો છે.