સોનાના ભાવોમાં છેલ્લા કેટલાંક વખતથી અભૂતપૂર્વ તેજી વચ્ચે સોનાની આયાતમાં મોટો, ઘટાડો થયો છે. એપ્રિલથી ફેબ્રુઆરીના 11 મહિનાના સમયગાળામાં સોનાની આયાતનુ બીલ 30 ટકા ઘટીને 31.8 અબજ ડોલર થઈ ગયુ છે.
ઉંચી આયાત જકાત તથા વૈશ્વિક અનિશ્ચિતતાઓના કારણે સોનાની આયાતમાં ઘટાડો થયો છે.
2021-22 માં સોનાની આયાતનું બીલ 41.2 અબજ ડોલર રહ્યું હતું.ઓગસ્ટ મહિનાથી સોનાની આયાતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.ચાંદીની આયાત જોકે 11 મહિના દરમ્યાન 66 ટકા વધીને 5.3 અબજ ડોલર રહી હતી.