રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરાઇ
14 વાહનચાલકો સામે રૂ. 22,500ના ઇ-ચલણ ઈસ્યુ કરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડમાં વાહન ચલાવનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ, નાયબ પોલીસ કમિશ્નર (ટ્રાફિક) પૂજા યાદવના સુચનાથી શહેરના વિવિધ વિસ્તારોમાં વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટના આદેશને અનુસરીને, ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશ્નર ટ્રાફિક (ઝોન-01) એમ.આઈ. પઠાણ તથા ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશ્નર ટ્રાફિક (ઝોન-02) વી.જી. પટેલ તેમજ ટ્રાફિક શાખાના ઙઈં અને સ્ટાફની ટીમ દ્વારા આ ડ્રાઈવમાં કડક કામગીરી કરવામાં આવી રહી છે. રોંગ સાઇડમાં વાહન ચલાવનારા 30 વાહનચાલકોને રૂ. 48,500નો રોકડ દંડ કરવામાં આવ્યો આ ઉપરાંત 14 વાહનચાલકો સામે રૂ. 22,500ના ઇ-ચલણ ઈસ્યુ કરવામાં આવ્યા હતા તેમજ 3 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. રાજકોટ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે તેઓ ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરે. નિયમ ભંગ કરનારા સામે આગળ પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.