રાજકોટ શહેર SOGની એક વર્ષની ઉડી ને આંખે વળગે તેવી મહેનત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેરમાં એસઓજી એટલે કે સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપએ ગતવર્ષ નોંધપાત્ર કામગીરી કરી છે. એનડીપીએસ એક્ટ હેઠળ કુલ 30 કેસ કરી 40 આરોપીઓની સામે કાર્યવાહી કરી હતી. જેમાં મેકેડ્રોન, હેરોઈન, ચરચ, ગાંજો મળી કુલ રૂા.77,58,240 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસ દ્વારા જાહેર કરાયેલા આંકડા, મુજબ એસઓજીએ એનડીપીએસ એક્ટ ઉપરાંત હથિયાર અંગે 12 કેસ કર્યા હતા. જેમાં આરોપી સામે કાર્યવાહી કરી તમામ મુદામાલ કબજે કર્યા હતાં.સને 2024 માં 17 જેટલી જગ્યાઓએ ડ્રગ્સ અન્વયેના સેમીનારા કરવામાં આવ્યા જેમા કુલ 9953 લોકોએ ભાગ લીધેલ અને ડ્રગ્સ નુ સેવન નહી કરવા અંગેના સપથ લીધેલ પણ લેવડાવવામાં આવ્યા હતા અને ડ્રગ્સ પેડલરો વિરૂદ્ધ 2 પી.આઇ.ટી. (પાસા) પ્રપોઝલ મુકવામા આવેલ હતા સને 2025 માં ડ્રગ્સ પેડલરો વિરૂદ્ધ 4 પી.આઇ.ટી. (પાસા) પ્રપોઝલ મુકવામા આવેલ જેમાંથી 1 પ્રપોઝલ સી.આઇ.ડી.ક્રાઇમ દ્વારા મંજુર કરવામા આવેલ જેની બજવણી કરવામા આવેલ છે.આ ઉપરાંત ભાડૂઆત અંગેના જાહેરનામાના ભંગ કરનાર,પથીક સોફ્ટવેરના જાહેરનામાના ભંગ કરનાર, હદપારી ભંગ, ડ્રીન્ક એન્ડ ડ્રાઈવ અને ડ્રગસ અવેરનેસ અંગે શહેરની અલગ-અલગ કોલેજો અને સ્કૂલોમાં તેમજ રેલી સ્વરૂપે કાર્યક્રમ યોજ્યા હતા.
પોલીસ કમિશ્નર બ્રિજેશ ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા , ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઈમ બી.બી. બસિયાની સૂચના અનુસાર જઅઢ ગઘ ઝઘ ઉછઞૠજ મિશન અંતર્ગત આ તમામ કામગીરી એસઓજી પીઆઈ એસ એમ.જાડેજા અને તેમની સમગ્ર ટીમે કરી હતી.