અમદાવાદ શહેરના મીઠાખળી વિસ્તારમાં 3 માળનું જર્જરિત મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે 4 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
વરસાદી માહોલમાં જર્જરિત મકાનો ધરાશાયી થવાના બનાવો સતત વધી રહ્યા છે. અમદાવાદમાં આજે વહેલી સવારે એક જર્જરિત 3 માળનું મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા એલીસબ્રિજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અમિત શાહ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે.
- Advertisement -
મીઠાખળી વિસ્તારમાં 3 માળનું મકાન ધરાશાયી
મળતી માહિતી અનુસાર, આજે સવારે શહેરના મીઠાખળી ગામમાં આવેલું ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી થતાં મકાનના કાટમાળમાં ઘરના પાંચ સભ્યા દટાયા હતા. જે બાદ આ અંગેની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરાઈ હતી હતા.
મકાન ધરાશાયી થવાની ઘટનામાં 1 વ્યક્તિનું મૃત્યુ
ફાયરની ટીમ દ્વારા કાટમાળ દૂર કરવા માટે જેસીબીની પણ મદદ લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાટમાળ હટાવીને તેની નીચે ફસાયેલા 4 લોકોને બહાર કાઢી સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, આ દુર્ઘટનામાં ઘરમાં રહેતા ચાર એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. તો ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો.
મણિનગરમાં બાલ્કનીનો ભાગ થયો હતો ધરાશાયી
મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ અમદાવાદ શહેરના મણિનગર સ્થિત ઉત્તમનગર સ્લમ કવાટર્સની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. સ્લમ કવાટર્સના બે મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં જ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગેની જાણ થતાં જ ફાયર અને પોલીસ વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.