વેરાવળમાંથી ક્રાઇમ બ્રાન્ચે 3 સટોડિયાને ઝડપી પાડયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
- Advertisement -
એલ.સી.બી.ના ઇ.ચા.પો.ઇન્સ.એ.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. એ.બી.વોરા તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મીસીંગ પર્સન સ્કવોડના પો.કોન્સ. વિનયભાઇ મોરી નાઓને મળેલ બાતમી આધારે હાલમાં ચાલી રહેલ 20-20 ક્રિક્રેટ વર્લ્ડ કપ 2024 માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેના ક્રિકેટ મેચમાં હારજીત અને સેસનમાં ઓવર તથા રન ફેરનો ક્રીકેટ સટ્ટાનો જુગાર રમતા હોય.
જે બાબતે રેઇડ કરી આરોપી (1) અશલમ ઇસ્માઇલભાઇ શમા જાતે-ગામેતી ઉ.વ.35, (2) સરફરાજ આમદભાઈ મલેક જાતે-પટણી ઉ.વ.-37,(3) સમીર જીતેન્દ્રભાઈ પરમાર જાતે-સલાટ ઉ.વ-46 રહે ત્રણેય વેરાવળ વાળાઓને રોકડ રૂ.14,700નાં મુદ્દામાલ સાથે એલ.સી.બી. ઈ.ચા.પો.ઈન્સ.એ.બી.જાડેજા, તેમજ એલસીબીનાં સ્ટાફે ઝડપી લઇ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.