24 કલાક બાદ 3ના મૃતદેહ બંદર નજીકના કાંઠા પર જોવા મળ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
માંગરોળ બંદર પરથી 7 દિવસ પહેલા ફિશિંગમાં નીકળેલી જય ચામુંડા બોટ માછીમારી કરીને સંભવિત તા.10ના રોજ પરત ફરવાની હતી પરંતુ ખરાબ હવામાનને પગલે દરિયામાં રહેલી બોોને પરત બોલાવવાની ફરજ પડતા આ બોટ પણ કાંઠે આવી રહી હતી. જયાં બંદર નજીક આવતા એકાએક મશીન બંધ પડી જતા મોજાની થપાટ લાગતા કિનારે ચઢી ગઇ હતી. દરમિયાન બોટમાં સારવાર કુલ આઠ પૈકી રોનક વિપુલ માછી, વિપુલ કાશીરામ માછી તથા રોનક બારકયા રાજડ, દરીયામાં પડી ગયા હતા. જયારે ચાર ખલાસીઓનો બચાવ થયો હતો અને એકનો મૃતદેહ મળી આવ્યો હતો.
- Advertisement -
લાપતા બનેલા 3 ખલાસીઓની શોધખોળ કરાઇ હતી. પરંતુ મોડી સાંજ સુધી તેઓ મળી આવ્યા ન હતા. દરમિયાન સવારથી જ મોટી સંખ્યામાં માછીમારો, આગેવાનોએ દરિયાકાંઠે શોધખોળ કરતા પાણીમાં બે મૃતદેહો તરતા હોવાનું નજરે પડયુ હતુ.જેને બહાર લાવતા તે રોનક માછી અને વિપુલ માછી હોવાનું સ્પષ્ટ થયુ હતુ. ત્યાર બાદ રોશન બારકયાનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. 3 મૃતદેહના પીએમ બાદ તેમના મૃતદેહો તેઓના વતન પહોંચાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.