એક તરફ ગિરનાર પર આપણી સમસ્યા ક્યારે ઉકેલાશે ?
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં આગામી મહા શિવરાત્રી મેળો શરુ થવાનો છે ત્યારે લાખોની સંખ્યમાં ભાવિકો ગીરનાર પર્વત પર આવેલ દેવ સ્થાનો દર્શન કરવા પધારવાના છે એવા સમયે પર્વત પર પીવાના પાણી સમસ્યા છે.બીજી તરફ પ્લાસ્ટિક મુક્ત અભિયાન પણ એટલું જરૂરી છે પર્યાવરણ બચાવા માટે ત્યારે વહીવટી તંત્ર દ્વારા ગીરનાર પર પાણી સમસ્યા વેહલી તકે હલ થાય તેવી માંગ ઉઠી છે.
- Advertisement -
જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ગિરનારની નવી સીડી, જૂની સીડી અને દાતાર જવાના એન્ટ્રી પોઈન્ટ પરથી ગિરનાર પર લઈ જવાતી પ્લાસ્ટિક સામગ્રી તંત્ર દ્વારા અટકાવવાની કામગીરી શરુ કરી દવેમાં આવી છે જેમાં ગિરનાર આવતા શ્રદ્ધાળુ- યાત્રિકોને પ્લાસ્ટિકની બોટલ કે પ્લાસ્ટિકની અન્ય કોઈપણ ચીજ વસ્તુઓ સાથે ન લાવવા કલેકટર અનિલકુમાર રાણાવસિયાનો અનુરોધ કરેલ છે. જયારે પર્વત પર જતા યાત્રાળુઓ માટે નવી સીડીના એન્ટ્રી પોઈન્ટ પર જ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, ફરજ પરના સ્ટાફ દ્વારા પ્લાસ્ટિક ઉત્પાદનો, પેદાશો, ચીજ વસ્તુઓ, પેકિંગ મટીરીયલ વગેરે યાત્રાળુઓ પાસેથી મેળવી લેવામાં આવે છે. પીવાના પાણી માટે ગીરનાર સીડીઓ પર પણ વ્યવસ્થા રાખવામાં આવી છે, ઉપરાંત દુકાનદારોને તંત્ર દ્વારા સીએસઆર અંતર્ગત પાણીના કેરબા પણ આપવામાં આવ્યા છે,