જૂનાગઢ SOGનો વધુ અકે વખત સપાટ્ટો
SOGએ ડ્રગ્સ સહિત રૂપિયા 1 લાખનો મુદામાલ કબજે કર્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ડ્રગ્સ હવે ચિંતાનો વિષય બન્યો છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાંથી ડ્રગ્સ પકડાઇ રહ્યું છે.તાજેતરમાં જ માંગરોળનાં દરિયા કિનારેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ ઘટના બાદ જૂનાગઢ એસપી રવિ તેજા વાસમસેટ્ટીનાં માર્ગદર્શનમાં એસઓજી પીઆઇ એ.એમ.ગોહિલ અને પીએસઆઇ જે.એમ.વાળા સહિતની ટીમ સાબદી બની છે અને જૂનાગઢ શહેર અને જિલ્લામાં ડ્રગ્સનાં દુષણને ડામવા કટ્ટીબધ્ધ બની છે.તેમજ જૂનાગઢ શહેર અને જિલ્લામા એસઓજી પીઆઇ એ.એમ.ગોહિલ અને ટીમ દ્વારા બાજનજર રાખવામાં આવી રહી છે.ત્યારે જૂનાગઢમાં સબાલપુર ચોકડી પાસેથી 3 શખ્સ પાસે ડ્રગ્સ હોવાની ચોકકસ બાતીમાં આધારે એસઓજીએ 3ને ઝડપી લીધા હતાં અને વધુ એક વખત ડ્રગ્સ લોકો સુધી પહોંચે તે પહેલા તેનો પડકી લીધું હતું. એસઓજીને વધુ એક વખત ડ્રગ્સ પકડવામાં સફળતા મળી હતી. ગુજરાતમાં દિવસે દિવસે ડ્રગ્સનો કાળો કારોબાર વધતો જાય છે.
તાજેતરમાં માંગરોળ સહિત આસપાસના દરિયા કિનારેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળ્યું હતું. ત્યારે જૂનાગઢ એસઓજી પોલીસે શહેરનાં સબલાપુર ચોકડી પાસેથી ત્રણ શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી હતી.એસઓજીએ અયુબ હારુન પીપડી (રે.માંગરોળ ), યુનુશ હુશેન ચોરવાડા (રે,તાલાળા)અને સલીમ હુસેન ભાદરકા(રે.તાલાલા)ને ઝડપીને તેની પાસેથી રૂપિયા 85900ની કિંમતનું 8.59 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબજે કર્યું હતું. ઝડપાયેલા શખ્સો પાસેથી મોબાઇલ રોકડ સહિત કુલ રૂપિયા 1.01 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.એસઓજી પોલીસે ડ્રગ્સ ક્યાંથી લાવ્યા ? અને કોને વેચવાનું હતું ?સહીત ની જીણવટ ભરી તપાસ શરૂ કરી છે અને ત્રણેય શખ્સો સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
ડ્રગ્સનાં દુષણને ડામમાં જૂનાગઢ SOG કાર્યરત
પ્રથમ વખત જૂનાગઢ જિલ્લામાંથી ડ્રગ્સ પકડાયું હતું. બાદ જૂનાગઢ એસઓજી સજાગ બની ગઇ હતી. તેમજ જૂનાગઢ જિલ્લામાં ડ્રગ્સનાં દુષણને ડામમાં કટ્ટીબધ્ધ બન્યાં છે. જૂનાગઢ એસઓજી પીઆઇ એ.એમ.ગોહિલ અને ટીમને વધુ એક વખત ડ્રગ્સ પકડવામાં સફળતા મળી છે. તેમજ જૂનાગઢમાં આવા દુષણ ડામવામાં કડાક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.