રિમાન્ડ દરમિયાન રિક્ધસ્ટ્રકશન સાથે અન્યની સંડોવણીની તપાસ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
જૂનાગઢ જિલ્લાના બાંટવા નજીક રફાળા ફાટક પાસે અમદાવાદ કલા ગોલ્ડ નામની પેઢીના સેલ્સમેન યાજ્ઞિક જોષી અને ધનરાજ ભાંગડેએ નકલી લૂંટનું તરકટ રચી પોલીસને ગેરમાર્ગે દોરીને બાંટવા પોલીસમાં 1.15 કરોડની લૂંટ થયાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અલગ-અલગ દિશા અને સીસીટીવી ફુટેજ સહિત તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં પોલીસને સફળતા મળી હતી અને ફરિયાદી જ આરોપી નિકળતા તેની સામે ગુનો નોંધી આરોપી યાજ્ઞિક જોષી, ધનરાજ ભાંગડે અને મોહિત જોષીને ઝડપી પાડીને તેની પાસેથી 1.90 કરોડનો મુદામાલ કબ્જે કરી કોર્ટમાં રજૂ કરતા ત્રણેય આરોપીને છ દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા હતા.
નકલી લૂંટનું તરકટ રચનાર ત્રણેય આરોપીને છ દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા રિક્ધટ્રકશન સાથે અન્ય કોઇની સંડોવણી છે કે નહીં તેમજ લૂંટનામુદ્દામાલમાં હજુ રિકવર મુદ્દે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. અને હજુ પણ આ નકલી લૂંટ પ્રકરણમાં વધુ ચોકાવનારા ખુલાસાઓ થવાની શકયતા છે.