By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘ગમે તે રીતે ઈરાનથી નીકળી જાઓ…’, યુદ્ધની આશંકા વચ્ચે ભારતે પોતાના નાગરિકોને કરી અપીલ
    2 days ago
    અમેરિકા–ઈઝરાયલના મજબૂત સંબંધના કારણ, જાણો શું છે વૈશ્વિક વ્યૂહ રચના પાછળની હકીકત
    2 days ago
    પહેલા પોલીસમાં નોકરી, પછી બન્યો દુનિયાનો સૌથી ક્રૂર ડ્રગ લોર્ડ! જાણો કોણ હતો આ કુખ્યાત ‘એલ મેન્ચો’
    2 days ago
    ટ્રમ્પનો ખતરનાક પ્લાન કે શાંતિની પહેલ? જિનીવામાં ઈરાન સાથે પરમાણુ વાટાઘાટો પર સમગ્ર વિશ્વની નજર
    2 days ago
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશનો યુવાવર્ગ દેવાની જાળમાં: ‘સેલેરી’થી વધુ ‘EMI’નો ભાર
    2 days ago
    લાલ કિલ્લા અને દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની જૂથના નામે આવ્યો ઇમેઇલ
    2 days ago
    ગોળી વાગી પણ ડર્યો નહીં! લોહીલુહાણ હાલતમાં આર્મી ડોગ ટાયસને આતંકવાદીઓને દબોચી જવાનોની કરી રક્ષા
    2 days ago
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    6 days ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    2 days ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    6 days ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    6 days ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    7 days ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    6 days ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 week ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    1 week ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ મહાનગર પાલિકાનું 2817.80 કરોડનું બજેટ રજૂ: એશિયાટીક લાયન સફારી પાર્ક, શહીદ પાર્ક અને શિક્ષણ લક્ષી જાહેરાત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ મહાનગર પાલિકાનું 2817.80 કરોડનું બજેટ રજૂ: એશિયાટીક લાયન સફારી પાર્ક, શહીદ પાર્ક અને શિક્ષણ લક્ષી જાહેરાત
ખાસ-ખબરરાજકોટ

રાજકોટ મહાનગર પાલિકાનું 2817.80 કરોડનું બજેટ રજૂ: એશિયાટીક લાયન સફારી પાર્ક, શહીદ પાર્ક અને શિક્ષણ લક્ષી જાહેરાત

Khaskhabar Editor
Last updated: 2024/01/31 at 11:22 AM
Khaskhabar Editor 2 years ago
Share
11 Min Read
SHARE

રાજકોટ મહાનગર પાલિકાનું વર્ષ 2024-25નું 2817.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા રજુ કરવામાં આવ્યું છે. 31/01/2024ના રોજ રજુ કરવામાં આવેલ ડ્રાફ્ટ બજેટની અંદર 17.77 કરોડના કરબોજ સાથેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ગાર્બેજ કલેક્શનમાં ચાર્જ બમણો કરવા સૂચન કરાયું છે. હાલમાં પ્રતિદિન 1 રૂ. લેવામાં આવે છે જે વધારી 2 રૂ. લેવા અને વોટર ચાર્જ વાર્ષિક 1500થી વધારી 1600 કરવા સૂચન કરવામાં આવ્યું છે. જો કે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કરબોજ વગરનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રજૂ કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

એશિયાટીક લાયન સફારી પાર્ક
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી વર્ષ 2024-25 દરમિયાન આશરે રૂ.33 કરોડના ખર્ચે એશિયાટીક લાયન સફારી પાર્ક વિકસાવવાનું આયોજન છે. જેમાં નીચે મુજબના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનારા છે. ઝૂની પાછળના ભાગે રાંદરડા નર્સરી તરફના રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના અંદાજે 30 હેક્ટરથી વધુ જગ્યામાં એશિયાટીક લાયન સફારી પાર્ક બનાવવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, નવી દિલ્હી પાસેથી મંજુરી મળેલી છે.વર્ષ 2024-25 દરમિયાન લાયન સફારી પાર્ક માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના નીતિ નિયમ મુજબ પ્રથમ 2.75 મીટર ઉંચાઇની કમ્પાઉન્ડ દિવાલ તથા 5 મીટર ઉંચાઇની ચેઇનલીંક જાળીની દિવાલ, જી.એસ.આર. બાંધકામ, વોટર ડિસ્ટ્રીબ્યુશન લાઇન, સફારી પાર્કમાં પ્રવેશ માટે “Two way Gate” બનાવવામાં આવશે. સફારી પાર્કમાં પ્રાણીઓ માટે નાઇટ શેલ્ટર બનાવવામાં આવશે તથા પાણીનાં પોન્ડ બનાવવામાં આવશે. આ ઉપરાંત સફારી પાર્કની અંદર વોચ ટાવર તથા જુદા-જુદા ઇન્ટરનલ રોડ બનાવવામાં આવશે. સફારી પાર્કમાં પ્રાણીઓ ખુલ્લામાં પ્રદર્શીત કરવામાં આવશે. ત્યારે મુલાકાતીઓને ખાસ પ્રકારના વાહનમાં બેસાડી સફર કરાવવામાં આવશે.

- Advertisement -

શિક્ષણ લક્ષી જાહેરાત
રાજકોટ શહેરના ઇસ્ટ ઝોનના ભગવતીપરા વિસ્તારમાં આધુનિક મોડલ હાઇસ્કૂલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. સેન્ટ્રલ ઝોન વિસ્તારના લોકોને સ્કૂલની સુવિધા વધુ સારી રીતે મળી રહે તે હેતુથી વોર્ડ નં.7 માં રાષ્ટ્રીય શાળા સામે શાળા નં.11 મહાત્મા ગાંધી સ્કૂલનું જૂનું બિલ્ડીંગ દૂર કરી અદ્યતન સુવિધા સાથે નવું સ્કૂલ બિલ્ડીંગ બનાવવાના આયોજન માટે રૂ.160 લાખની જોગવાઇ કરવામાં આવેલી છે.

શહીદ પાર્ક બનાવવામાં આવશે
રાજકોટ શહેરના સ્માર્ટસિટી એરીયામાં ગુજરાતના દેશભક્તો અને શહીદોને સમર્પિત એક શહીદ પાર્ક બનાવવાથી શહેરીજનો તથા ખાસ કરીને વિદ્યાર્થી બાળકોને ઇતિહાસ વિશે માહિતગાર કરી શકાશે. તેમજ સૌરાષ્ટ્રના તમામ નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓને આદરપૂર્વક ભાવાંજલી આપી શકાશે. આ ઉપરાંત તેમાં ગુજરાતના નાયકોની વસ્તુઓ અને ઇતિહાસ દર્શાવતું ગેલેરી અથવા સંગ્રહાલય, શહીદોની દીવાલ સાથે સ્મારક હોલ, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે એક એમ્ફિથિયેટર, વગેરે જેવી સુવિધાઓ ઊભી કરવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ માટે અંદાજીત રૂ.500 લાખનો ખર્ચ અપેક્ષિત છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ આજી રિવરફ્રન્ટનો ઉલ્લેખ બજેટમાં કરાયો
આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ 11.50 કિ.મી લંબાઈમાં કામ કરવાનું નક્કી થયેલું છે. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારમાં પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને રામનાથ મહાદેવ મંદિર અને આજી રિવરફ્રન્ટની ડેવલપમેન્ટ પ્રોજેક્ટનાં કામે સરકાર દ્વારા પ્રથમ ફેઇઝની અંદાજીત કુલ રૂ.187 કરોડની દરખાસ્તની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલી છે. જેમાં રામનાથ મંદિરનો જીર્ણોદ્ધાર હાથ ધરવામાં આવશે. તેમજ ચોમાસાની ઋતુ દરમિયાન ગંદા પાણીથી મહાદેવને અભિષેક થતો અટકાવવા ઘાટનું નિર્માણ હાથ ધરવામાં આવેલું છે. તથા રામનાથ મહાદેવ મંદિરની ઉત્તર અને દક્ષિણ બન્ને તરફ 500 મી. મળી કુલ 1.1 કિ.મી. લંબાઈમાં આ કામને પાઇલોટ પ્રોજેક્ટ તરીકે ડેવલપ કરવામા આવશે.

- Advertisement -

ESR/GSR તથા પમ્પીંગ સ્ટેશન બનાવવાની જાહેરાત
મોટામવા ખાતે ESR/GSR તથા પમ્પીંગ સ્ટેશન 2275 લાખના ખર્ચે બનાવવામાં આવશે. મુંજકા ખાતે ESR/GSR તથા પમ્પીંગ સ્ટેશન 1519 લાખના ખર્ચે બનાવવામાં આવશે. માધાપર ખાતે ESR/GSR તથા પમ્પીંગ સ્ટેશન 1265.65 લાખના ખર્ચે બનાવવામાં આવશે.

ચાલુ વર્ષે બ્રિજ માટે બજેટમાં 92.45 કરોડની જોગવાઇ કરવામાં આવી
રાજકોટમાં ગત વર્ષે કુલ 5 બ્રિજના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ વર્ષે સાંઢિયા પુલ ખાતે ઓવરબ્રિજ અને પીડીએમ ફાટક ખાતે અન્ડરબ્રિજ બનાવવા ડિઝાઇન ફાઇનલ કરવામાં આવી. સરકારની મંજૂરી મળે ત્યારે કામગીરી શરૂ કરવામાં આવશે. કટારીયા ચોક અને રૈયા ટેલિફોન એક્સચેન્જ ચોક ખાતે બ્રિજ બનાવવા માટે ટ્રાફિક સર્વે અને પ્રિફિઝીબિલીટી રિપોર્ટ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ચાલુ વર્ષે બ્રિજ માટે મનપા દ્વારા બજેટમાં 92.45 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

વાહન વેરામાં કોઈ વધારો નહિ
ચાલુ વર્ષમાં આજીવન વાહન વેરો એડવોલેરમ પદ્ધતિ મુજબ રૂ. 99 હજાર 999 સુધીની કિંમતના વાહનમાં 1.5% મુજબ તથા રૂ.1 લાખથી રૂ.7.99 લાખ સુધીની કિંમતના વાહનમાં 2.5% મુજબ તથા 8 લાખથી વધુ કિંમતના વાહનમાં 3% મુજબ અંદાજીત આવકનો લક્ષ્યાંક રૂ.28 કરોડ હતો. આજ સુધીમાં રૂ.23.15 કરોડ જેટલી વસુલાત થઈ ગઇ છે. આ વર્ષના અંતે રૂ.28 કરોડ થવાનો અંદાજ છે. જ્યારે આગામી વર્ષમાં વાહનવેરાની આવક રૂ.30 કરોડ થવાની સંભાવના છે.

મકાન વેરામાં કોઈ વધારો નહિ
વર્ષ 2018થી શરૂ કરવામાં કાર્પેટ એરીયા આધારીત પધ્ધત્તિના અમલ કરતી વખતે કન્ઝર્વન્સી ટેક્ષ, ફાયર ટેક્ષ, ડેનેજ ટેક્ષ અને દિવાબત્તી ટેક્ષ રદ કરવામાં આવેલ છે. માત્ર સામાન્ય કર રહેણાંક માટે રૂ.11 પ્રતિ ચો.મી. અને બિનરહેણાંક માટે રૂ.25 પ્રતિ ચો.મી રાખવામાં આવેલ છે. આગામી વર્ષ 2024-25 માટે પણ મકાન વેરાના દર રૂ.11 પ્રતિ ચો.મી. અને બિનરહેણાંક માટે રૂ.25 પ્રતિ ચો.મી. યથાવત રાખવામાં આવેલ છે.

પ્રધાનમંત્રી ઈ-બસ સેવા યોજના અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા રાજકોટ શહેરને 100 ઈલેક્ટ્રીક બસ ફાળવવા માટે કાર્યવાહી હાથ ધરેલી છે. આ 100 બસ માટે સ્માર્ટ સિટી એરિયામાં અટલ સરોવરની બાજુમાં આવેલ ફાઈનલ પ્લોટ નં. 83 ઉપર અંદાજીત રૂ.16 કરોડના ખર્ચે ઈ- બસ ચાર્જીંગ સ્ટેશન અને ડેપો બનાવવાનું આયોજન કરેલું છે. જ્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 100 CNG બસની વહિવટી પ્રક્રિયા પૂર્ણ થયેલી છે. તેમજ આ 100 બસ માટે સ્માર્ટ સિટી એરિયામાં અટલ સરોવરની બાજુમાં આવેલી ફાઈનલ પ્લોટ નં.83 ઉપર અંદાજીત રૂ.8 કરોડના ખર્ચે ડેપો બનાવવાનું આયોજન કરેલું છે.

રાજકોટ મનપાના કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે, આજે 2817.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા અને પર્યાવરણ તેમજ શહેરી પરિવહન સુવિધા સુદ્રઢ બનાવવા પર ભાર મુકવામાં આવ્યો છે. વોટર મેનેજમેન્ટ માટે વોટર ઓપરેશન અને મેઇન્ટેનન્સ સેલ, જળ સંચય સેલ, નવા પાણીના સ્ત્રોત શોધવા, જનભાગીદારીથી જળ સંવર્ધન પર કામ કરવામાં આવશે. જ્યારે પરિવહન સુવિધાને ધ્યાનમાં રાખી 175 નવી ઇલેક્ટ્રિક બસ અને 100 CNG બસ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે.

વોટર ચાર્જ વાર્ષિક 1500થી વધારી 1600 કરવા સૂચન કરાયું છે. રાજકોટના ડ્રાફ્ટ બજેટમાં પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા અને પર્યાવરણ તેમજ શહેરી પરિવહન સુવિધા સુદ્રઢ બનાવવા પર ભાર મુકવામાં આવ્યો છે.

ગાર્બેજ કલેક્શનમાં ચાર્જ બમણો કરવા સૂચન કરાયું. હાલમાં પ્રતિદિન 1 રૂ. લેવામાં આવે છે. જે વધારી 2 રૂ. લેવા ઉલ્લેખ કરાયો છે.

ગત વર્ષે 2637.80 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું
રાજકોટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નાણકીય વર્ષ 2023-24 નું બજેટ જાહેર કરાયું હતું. વર્ષ 2023-24 નું 2637.80 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. વાર્ષિક પાણીવેરો બમણો કરી 840ના બદલે 1500 રૂપિયા કરવામાં આવ્યો હતો.

શાસકોએ 39.97 કરોડનો કરબોજ જનતા પર મુક્યો હતો
રાજકોટ મહાનગર પાલિકાનું નાણાકીય વર્ષ 2023-24 નું 2586.82 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. જેનો અભ્યાસ કરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 2637.80 કરોડનું બજેટ મંજુર કરવમાં આવ્યું હતું. મનપા કમિશનરે સૂચવેલા 101 કરોડના કરબોજમાં 60.39 કરોડનો ઘટાડો કરી શાસકોએ 39.97 કરોડનો કરબોજ જનતા પર મુક્યો હતો. જેમાં પાણીવેરો બમણો કરી 840ના બદલે 1500 રૂપિયા લેવા નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે આજના બજેટમાં ખાસ કોઈ મોટી નવી જાહેરાત કરવામાં આવી નથી.

રહેણાંક મકાનોમાં વાર્ષિક પાણીવેરો 840થી વધારીને 1500 કરવા જાહેર કર્યું હતું
રાજકોટ મહાનગર પાલિકાનું નાણાકીય વર્ષ 2022-23નું રીવાઈઝ અને 2023-24નું બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવ્યું હતું. મ્યુ. કમિશનર દ્વારા કુલ 2586.82 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં અભ્યાસ કરી શાશકો અને સ્ટેન્ડિંગ કમિટીએ અભ્યાસ કરી 2637.80 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. મનપા કમિશનર દ્વારા 100 કરોડનો કરબોજ જનતા પર મુકવામા આવ્યો હતો. જેમાં 60.39 કરોડનો ઘટાડો કરી શાસકોએ 39.97 કરોડનો કરબોજ જનતા પર મુક્યો હતો. જેમાં રાજકોટની જનતા પર પાણી વેરો ત્રણ ગણો નહિ પણ ડબલ કરવા શાસકોએ નિર્ણય કરી રહેણાંક મકાનોમાં વાર્ષિક પાણીવેરો 840થી વધારીને 1500 કરવા જાહેર કર્યું હતું.

સિનેમા ટેક્સમાં પ્રતિ શો દીઠ 100 રૂપિયા વધારી 1000 કરવા સૂચન કરવામાં આવ્યું હતું
બીજી તરફ મિલકત વેરામાં કોઈ વધારો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવ્યો ન હતો. જ્યારે ડોર ટુ ગાર્બેજ કલેક્શનમાં રહેણાંક ઉપયોગમાં કોઈ વધારો કરવામાં આવ્યો નહોતો, પરંતુ વ્યાપાર ઉપયોગી ગાર્બેજ કલેક્શનમાં કમિશનર દ્વારા સૂચવેલ વધારો માન્ય રાખી 730થી વધારી બમણો કરી 1460 રૂપિયા મંજુર કરવામાં આવ્યો હતો. આ સાથે સિનેમા ટેક્સમાં પ્રતિ શો દીઠ 100 રૂપિયા વધારી 1000 કરવા સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 125 રૂપિયા વસૂલવા મંજુર કર્યું હતું.

શાસકો દ્વારા 39.37 કરોડના કરબોજ વાળું બજેટ રજુ કરાયું હતું
રાજકોટ મનપાના બજેટમા ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી 150 ફૂટ રિંગરોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ ખાતે 10 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. સાથે મોટામવા સ્મશાન નજીક પાર્કિંગ વ્યવસ્થા માટે 6 કરોડના ખર્ચે પાર્કિંગ સુવિધા તૈયાર કરવામાં આવ્યા. આમ ડ્રાફ્ટ બજેટના અભ્યાસ બાદ આજે રાજકોટ મહાનગર પાલિકાના નાણાકીય વર્ષ 2023-24નું 2637.80 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવ્યું હતું. જેમાં શાસકો દ્વારા 39.37 કરોડના કરબોજ વાળું બજેટ રજુ કરાયું હતું.

– રાજકોટ મનપાના બજેટમાં શાસકોએ કુલ 39.25 કરોડના ખર્ચે ઉમેરેલી નવી 15 યોજના કઈ કઈ હતી
– રૈયા ટેલિફોન એક્સચેન્જ ચોકમાં ઓવરબ્રિજ- 10 કરોડ
– મોટામવા સ્મશાન પાસે વાહન પાર્કિંગ વ્યવસ્થા- 6 કરોડ
– ઉપલા કાંઠે વોકિંગ ટ્રેક અને પ્લે ગ્રાઉન્ડ- 1.50 કરોડ
– રાજકોટ દર્શન સિટી બસ- 1 કરોડ
– ડસ્ટ ફ્રી રોડ- 5 કરોડ
– યુનિફોર્મ આઇડેન્ટીટી માટે- 2 કરોડ
– ઝોન ઓફિસોમાં હેલ્પ ડેસ્ક- 50 લાખ
– સ્માર્ટ સ્કુલ- 76 લાખ
– પ્રાથમિક શાળાઓમાં કલરકામ- 5 કરોડ
– ઝોન દીઠ એક બોક્સ ટેનિસ ક્રિકેટ- 1.50 કરોડ
– શહેરના કોઇ એક વોર્ડમાં કોમ્યુનિટી હોલ- 5 કરોડ
– કાઉન્સિલર્સ મોનિટરિંગ એપ- 50 લાખ
– મેન્ટેનન્સ એકસપેન્સીસ મોનિટરિંગ સિસ્ટમ- 50 લાખ
– તહેવારોમાં ગાંધી મ્યુઝીયમમાં બાળકોને મફત પ્રવેશ
– રામનવમીએ રામવનમાં બાળકો અને વૃધ્ધોને નિઃશુલ્ક પ્રવેશ

You Might Also Like

ઓપન ગુજરાત ડે-નાઈટ ફૂટબોલ ટુર્નામન્ટનો ભવ્ય પ્રારંભ: પોલીસ કમિશનરે કરાવ્યું ઉદ્ઘાટન

જેતપુરના નવાગઢમાં 5 વર્ષની બાળકી સાથે પાડોશીએ આચર્યું દુષ્કર્મ

સૌરાષ્ટ્ર યુનિ.ના આંગણે ઈતિહાસ રચાયો: વેસ્ટ ઝોન હેન્ડબોલ બહેનો સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ

ગીર ખૂંટ હરિફાઈમાં અનિલભાઈ બકોત્રાના નંદી ‘રામદેવ’નો ડંકો

ભાડાનું મકાન VS પોતાનું ઘર

TAGGED: budget, Rajkot, rmc
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મણિપુરમાં ફરીવાર હિંસા ભડકતા અંધાધૂંધ ફાયરિંગ: 2ના મોત, 5 ઇજાગ્રસ્ત
Next Article U19 World Cup: ભારતે જીતની હેટ્રિક નોંધાવી, ન્યૂઝીલેન્ડને 212થી હરાવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

તાલાલાનાં જાવંત્રી ગીર ગામના જમીન વિવાદમાં સળગી ગયેલાં વૃધ્ધાનું સારવાર દરમિયાન મોત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
20 લાખની ખંડણી અને ધમકીના કેસમાં કીર્તિ પટેલની ઉદયપુરથી ધરપકડ
મોરબી: ગાંધીચોકમાં રૂ. 4.42 કરોડના ખર્ચે અત્યાધુનિક ભવન આકાર લેશે
વેરાના બાકીદારો વિરુદ્ધ કડક કાર્યવાહીનો પ્રારંભ
ઓપન ગુજરાત ડે-નાઈટ ફૂટબોલ ટુર્નામન્ટનો ભવ્ય પ્રારંભ: પોલીસ કમિશનરે કરાવ્યું ઉદ્ઘાટન
રાજુલામાં મતાધિકાર પર તરાપ? 1800 વાંધા અરજીઓથી ચૂંટણી પ્રક્રિયા વિવાદમાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ઓપન ગુજરાત ડે-નાઈટ ફૂટબોલ ટુર્નામન્ટનો ભવ્ય પ્રારંભ: પોલીસ કમિશનરે કરાવ્યું ઉદ્ઘાટન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

જેતપુરના નવાગઢમાં 5 વર્ષની બાળકી સાથે પાડોશીએ આચર્યું દુષ્કર્મ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિ.ના આંગણે ઈતિહાસ રચાયો: વેસ્ટ ઝોન હેન્ડબોલ બહેનો સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?