ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રાજય સરકારના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર ઉપક્રમે રાજય એન.એસ.એસ. સેલ, ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી ગાંધીનગર અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ આયોજીત ભક્તકવિ નરસિહ મહેતા યુનીવર્સીટી જૂનાગઢ પ્રાયોજીત સૌ પ્રથમવાર ભાઈઓ માટે ખડક ચઢાણ બેઝિક કોર્સ તા.4 થી 13 ઓકટોબર દરમિયાન જૂનાગઢ ખાતે યોજાયો હતો.જેમાં વિવિધ 12 યુનીવર્સીટીના 27 જેટલા એન.એસ.એસ.નાં સ્વયં સેવક ભાઈઓએ તાલીમ લીધી હતી.