મનપા ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઇ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગર પાલિકા હેઠળના વિસ્તારમાં ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મ્યુનિ. કમિશનર આનંદ પટેલના આદેશાનુસાર ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આઝરોજ રાજકોટ મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલી અલગ-અલગ અનામત હેતું પ્લોટ તથા ટી.પી.રોડ પર થયેલા ગેરકાયદેસર દબાણ-બાંધકામ દૂર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 32186.00 ચો.મી.ની અંદાજિત 181.37 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
વોર્ડ.નં. 11માં ટી.પી.સ્કીમ.નં.8 (મવડી) અંતિમ ખં.ને. 26-એ(રહેણાંક મકાન) બેકબોન પાર્ક પાસે 1-મકાન કમ્પાઉન્ડ હોલ જેની કિંમત 10.46 કરોડ અને વોર્ડ.નં. 12 ટી.પી.સ્કિમ.નં. 15 (વાવડી) અંતિમ ખંડ નં. 44-એ(રહેણાંક વેચાણ) ગોલ્ડન પાર્ક, પુનિત નગર રોડ પાસે છાપરૂ કમ્પાઉન્ડ વોલ જેની કિંમત 66.50 કરોડ રૂ., વોર્ડનં.12 ટી.પી.સ્કીમ.ને. 15 (વાવડી) અંતિમ ખેડ નં.9-બી (વાણિજ્ય વેચાણ) પુનીત નગર પાસે, વાવાડી ગામ રોડ ઝુંપડા-2 જેની કિંમત 21.97 કરોડ રૂ., પોર્ડ નં. 3 ટી.પી.સ્કીમ.નં. 23(રાજકોટ) અંતિમ ખંડ નં. 3-એ (પાર્કિગ) સંતોષીનગર મેઇન રોડ, ઝુંપડા-7 જેની કિંમત 7.49 કરોડ રૂ., વોર્ડનં. 3 ટી.પી.સ્કીમ નં. 24(રાજકોટ) અંતિમ ખંડ નં.1-એ(પબ્લિક પર્પઝ), સાધુવાસવાણી કુંજ રોડ, રેલ નગર, ઝુંપડા-26, જેની કિંમત 31.97 કરોડ રૂ., વોર્ડ નં.4 ટી.પી.સ્કીમ.નં. 13 (રાજકોટ), અંતિમ ખંડ નં. આર-2 (રેસીડેન્સ ફોર સેલ) ગુરૂદેવ પાર્ક સામે, પાકા રૂમ-1 દબાણ, જેની કિંમત 0.5 કરોડ રૂ., વોર્ડ.નં. 4 ટી.પી.સ્કીમ.નં.13 (રાજકોટ) અંતિમખંડ નં. સી-6 (વાણિજ્ય વેચાણ) 80નો રોડ, નિત્યમ વીલા સામે, કાચા-પાકા 26 ઝુંપડા, કેબીન-1, ચબુતરા-1, જેની કિંમત 42.48 કરોડ રૂ. છે. આમ આજ રોજ ગેરકાયદેસર કરાયેલા દબાણ પર બુલડોઝર ફરી વળ્યું અને 32186.00 ચો.મી.ની અંદાજિત 181.37 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
ગેરકાયદે બાંધેલા 26 ઝુંપડા, કમ્પાઉન્ડ વોલ અને ચબુતરા સહિતની કરોડોની જગ્યા ખુલ્લી કરાઇ



