10 સપ્ટેમ્બર આત્મહત્યા નિવારણ દિવસ : આત્મહત્યાનું આ પ્રમાણ ચિંતાનો વિષય
સોશિયલ મીડિયાને કારણે યુવાનોમાં દેખાદેખીનું પ્રમાણ વધ્યું
- Advertisement -
માનસિક બીમારીને કારણે સૌથી વધુ લોકો આત્મહત્યા કરી જીવન ટૂંકાવે છે
આત્મહત્યા કરવાનું વિચારતી વ્યક્તિના કાઉન્સિલિંગ માટે ગુજરાત સરકારે 104 હેલ્પલાઇન શરૂ કરી છે
ગુજરાતમાં સૌથી વધુ 36થી 45 વયજૂથના આત્મહત્યાનું વિચારનારા લોકોએ ‘104’ હેલ્પલાઈનની મદદ લીધી
- Advertisement -
સોશિયલ મીડિયામાં હજારો ફ્રેન્ડસ પણ પોતાની વ્યથા ઠાલવી શકે તેવા મિત્રો ન હોવાથી હતાશામાં આવી અંતિમ પગલું ભરે છે
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
આત્મહત્યા કરીને જીવન ટૂંકાવવવું તે કોઈ સમસ્યાનો ઉકેલ નથી. આમ છતાં અનેક લોકો આ પ્રકારનું અવિચારી-પગલું ભરીને જીવનનો અંત લાવી દે છે. ગુજરાતમાંથી 3 વર્ષમાં કુલ 25,841 વ્યક્તિએ આત્મહત્યા કરી છે. આમ, પ્રતિ દિવસે સરેરાશ 25 વ્યક્તિ આત્મહત્યા કરે છે. 10 સપ્ટેમ્બરે આત્મહત્યા નિવારણ દિવસ’ છે ત્યારે આત્મહત્યાનું આ પ્રમાણ ચિંતા અને ચિંતનનો વિષય બની ગયો છે. વર્ષ 2023થી 10 સપ્ટેમ્બર વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ દ્વારા વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ તરીકે ઉજવણી કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. આ ઉપરાંત આત્મહત્યા કરવાનું વિચારતી વ્યક્તિના કાઉન્સિલિંગ માટે ગુજરાત સરકાર દ્વારા 104 હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇન પર અત્યાર સુધીમાં 7737 કોલ્સ આવ્યા છે. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ 2847, વડોદરામાંથી 609, બનાસકાંઠામાંથી 537 કોલ્સનો સમાવેશ થાય છે. અત્યારસુધી આવેલા 7737 કોલ્સમાંથી 4326 એટલે કે અડધાથી વધુ કોલ્સમાં માનસિક સમસ્યાનું કારણ સામે આવ્યુ છે. વય જૂથ પ્રમાણે જોવામાં આવે તો 39થી 45 અને 25થી 35ની વયના લોકો દ્વારા સૌથી વધુ કોલ્સ આ હેલ્પલાઈનમાં કરવામાં આવ્યા છે. વર્ષ 2024માં કુલ 2023 કોલ્સનો સમાવેશ થાય છે. તજજ્ઞોના મતે આત્મહત્યા માટે નિષ્ફળતા ઉપરાંત પોતાના પર જ અપેક્ષાનો બોજ, ડિપ્રેશન જેવા પરિબળો મહદ્અંશે જવાબદાર હોય છે. હાલ સોશિયલ મીડિયામાં અનેક લોકોના હજારો ‘ફ્રેન્ડ્સ’ હશે પણ વ્યક્તિ જ્યાં પોતાનું હૃદય ઠાલવી શકે તેવા સાચા મિત્ર હોતા નથી. જેના કારણે તે વધુને વધુ હતાશામાં આવીને આત્મહત્યાનું પગલું ભરી લે છે. સોશિયલ મીડિયાને કારણે દેખાદેખીનું પ્રમાણ વધ્યુ છે. જેના કારણે મિત્ર પાસે નવી કાર, ભવ્ય બંગલો, વિદેશની ટ્રીપના ફોટા સોશિયલ મીડિયામાં જોતા અનેક લોકો હું પાછળ રહી ગયો તેવા વિચાર સાથે હતાશામાં ગરકાવ થઇ જાય છે.
તજજ્ઞોના મતે આત્મહત્યા માટે નિષ્ફળતા ઉપરાંત પોતાના પર જ અપેક્ષાનો બોજ, ડિપ્રેશન જેવા પરિબળો મહદ્અંશે જવાબદાર
વય જૂથ પ્રમાણે આવેલા કોલ્સનું પ્રમાણ
વયજૂથ 2019 2020 2021 2022 2023 2024 2025
0થી15 00 01 02 02 03 00 02
16થી24 24 33 109 215 140 115 175
25થી35 24 73 426 467 326 516 492
36થી45 11 60 265 509 702 866 322
46થી55 02 28 62 111 215 277 295
56થી65 01 13 44 83 76 125 174
66થી75 06 07 19 50 17 88 31
76થી વધુ 00 15 28 11 19 36 24
કુલ 68 230 955 1448 1498 2023 1515
હેલ્પલાઇનમાં
કયા જિલ્લાથી
સૌથી વધુ કોલ્સ?
જિલ્લો – કોલ્સ
અમદાવાદ – 2847
વડોદરા – 609
બનાસકાંઠા – 537
રાજકોટ – 511
ગાંધીનગર – 415
સુરત – 372
ભાવનગર – 290
જામનગર – 227
સાબરકાંઠા – 183
મહેસાણા – 182
ક્યા કારણથી આપઘાતના
સૌથી વધુ વિચાર ?
કારણ – કોલ્સ
માનસિક બિમારી – 4326
પારિવારીક – 2323
પ્રેમ સંબંધ – 496
આર્થિક – 243
બીમારી – 169
સતામણી – 109
શિક્ષણ – 69
અન્ય – 02