સીદી આદિવાસી ટેલેન્ટેડ રમતવીર ભાઈ બહેનોના ઉત્કર્ષ માટે સરકારે કલ્યાણકારી યોજના બનાવવા માંગણી
ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યમાં વસવાટ કરતા અને પોતાની અલગ ઓળખ ધરાવતા વિશેષ પ્રતિભાશાળી સીદી આદીવાસી બહેનો અને ભાઈઓને વિશેષ તક આપવા જુનાગઢ ખાતે સીદી આદિવાસી ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કેમ્પ યોજાયો હતો.આ કેમ્પમાં એથ્લેટીક્સ રનીંગ,મેડિસન બોલ,હાઈ જમ્પ,લોંગ જમ્પ,બાસ્કેટબોલ,ફૂટબોલ,જુડો,કરાટે વિગેરે વિવિધ પ્રકારની રમતો ની તાલીમ આપવામાં આવી હતી.આ કેમ્પમાં જિલ્લાભરમાં વસવાટ કરતા સીદી આદિવાસી પરિવારની 220 બહેનો,240 ભાઈઓએ ભાગ લીધો હતો જેમાં તાલાલા પંથકના જાંબુર ગીર વિસ્તારમાંથી 250 સીદી આદિવાસી બહેનો-ભાઈઓ જોડાયા હતા. સીદી આદિવાસી બાળકોને અભિનંદન સાથે શુભકામનાઓ આપતા તાલાલા સીદી આદિવાસી એજ્યુકેશન સંસ્થાના પ્રમુખ હનીફાબેન મજગુલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા સીદી આદિવાસી રમતવીરોને પ્રાધાન્ય આપવામાં આવે છે પરંતુ મેડલ પ્રાપ્ત કરી રાજ્ય અને દેશનું નામ રોશન કરનાર સિદી રમતવીરોને આજીવિકા પ્રાપ્ત થાય માટે સરકારે સીદી આદિવાસી રમતવીરો માટે કલ્યાણકારી યોજના બનાવી આદિવાસી બાળકોને પ્રાધાન્ય આપવા સરકાર સમક્ષ માંગણી કરી હતી.