ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ, તા.19
વેરાવળ સોમનાથ સદભાવના સ્કૂલ રીક્ષા એસોસિએશનના પ્રમુખ મહમદ રાઠોડે આ મુદ્દે જણાવ્યું હતું કે, વેરાવળ સહિતના જિલ્લાના શહેરોમાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકો સ્કૂલ રીક્ષા ઉપર નભી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથની શાળાઓમાં ચાલતી મોટાભાગની રીક્ષાઓ બજાજ, અતુલ, મહિન્દ્રા અને ટીઆગો કંપનીના છે. જેમાં સીટીંગ વ્યવસ્થા સાનુકુળ છે. ત્યારે આ તમામ રીક્ષાઓને અમુક તાલુકામાં 5+1નું પરમીટ આપવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથમાં આવી જ રીક્ષાઓને 3+1નું પરમીટ આપેલું છે. ત્યારે એક જ રાજ્યમાં આવી વિસંગતાઓ કેમ ? આવી વિસંગતાઓને દૂર કરીને ગીર સોમનાથમાં પણ સ્કૂલ રીક્ષાઓમાં 5+1 સીટીંગની પરમીટ આપવામાં આવે તેવી માંગણી છે.
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લાની શાળાઓમાં ચાલતી ઓટો રીક્ષાઓની પરમીટ ક્ષમતા કરતા ઓછી પરમીટ હોવાનો મુદ્દો સામે આવ્યો છે. જેને લઈ ગુજરાત રીક્ષા ફેડરેશન અને વેરાવળ સ્કૂલ રીક્ષા વેલ્ફેર સંસ્થા દ્વારા વાહન વ્યવહાર મંત્રી અને જિલ્લા આરટીઓ અધિકારીને લેખીત રજૂઆત કરીને પરમીટમાં રહેલી વિસંગતાઓ દૂર કરીને તમામ રીક્ષાઓમાં સીટીંગ મુજબ 5+1ની પરમીટ કરી આપવા માગણી કરી છે.