એક સાથે 25 વ્હાલુડી દીકરીની વિદાયના આ કરૂણ મંગલ પ્રસંગે લાગણીસભર દૃશ્યો સર્જાયા
ખાસ-ખબર સંવાદદાતા
દીકરાનું ઘર દ્વારા સતત છઠ્ઠા વર્ષે પિતાની છત્રછાયા ગુમાવેલ જરૂરિયાતમંદ ગરીબ પરિવારની દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ વ્હાલુડીના વિવાહનું જાજરમાન આયોજન રાજકોટની ભાગોળે આવેલી વિશ્ર્વા પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું. બપોરે 3 વાગ્યે જાન આગમન સાથે આ પ્રસંગનો શુભારંભ થયો હતો. સંસ્થા પરિવાર દ્વારા બધી જાન અને દીકરીઓના પરિવારનું આનંદ અને ઉમળકાથી સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું.
રાજકોટ શહેરના મેટોડાના જાણીતા ઉદ્યોગપતિ ધરમશીભાઈ સિતાપરા પરિવાર દ્વારા આ લગ્નોત્સવની તમામ 25 દીકરીઓને 1-1 તોલા સોનાની ભેટ પણ આપવામાં આવી છે.
બહારગામથી આવતી દીકરીઓના ઉતારા માટે હોટલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દીકરાનું ઘર પરિવારને કુલ 138 દીકરીઓના માતા-પિતા અને પરિવાર બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત અગાઉ યોજાયેલ પાંચ સમૂહ લગ્નની કુલ 113 દીકરીઓને પણ લગ્નોત્સવમાં ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એ દરેક દીકરીઓને સ્મૃતિરૂપ શીખ ભેટ પણ સંસ્થા દ્વારા આપવામાં આવી હતી.
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના મુકેશ દોશી, સુનિલ વોરા, નલિન તન્ના, અનુપમ દોશી, કિરીટ આદ્રોજાની સાથોસાથ આ પ્રસંગના મુખ્ય યજમાન પાણ પરિવાર મનસુખભાઈ પાણ, અરવિંદભાઈ પાણ, ચિરાગભાઈ પાણ અને ડો. અનિલભાઈ પટેલ અને ધરમશીભાઈ સિતાપરા પરિવાર સહિત દીકરાનું ઘર પરિવારની કોર કમિટીના મૌલેશભાઈ ઉકાણી, હસુભાઈ રાચ્છ, શિવલાલભાઈ આદ્રોજા, વલ્લભભાઈ સતાણી, પ્રતાપભાઈ પટેલ, ડો. નિદત બારોટ, ડો. મયંક ઠક્કર, ઘનશ્યામભાઈ રાચ્છ, ડો. શૈલેષ જાની અને જયેશભાઈ, દોલતભાઈ ગદેશા, જીજ્ઞેશભાઈ આદ્રોજા, સોરઠીયા સહિત દીકરાનું ઘર 200થી વધુ ભાઈઓ-બહેનોની કાર્યકર્તાની ટીમ, યશવંતભાઈ જોષી, ફાલ્ગુનીબેન કલ્યાણી, ગીતાબેન વોરા અને આર.ડી. ગારડી કોલેજ ઓફ એજ્યુકેશન હરિપર (પાળ)ના શૈલેષ દવે સહિત સમગ્ર સ્ટાફ પરિવાર અને બી.એડ.ના વિદ્યાર્થીઓએ આ પ્રસંગને દીપાવવા છેલ્લાં 3 માસથી વધુ સમયથી દિવસ અને રાત સખત પરિશ્રમ અને જહેમત ઉઠાવી હતી.