મહાન ક્રાંતિકારી, દેશભક્ત અને રાષ્ટ્રવાદી વિચારધારક વીર સાવરકર વિશેની 25 અજાણી વાતો
1. વીર સાવરકર પહેલા એવા ક્રાંતિકારી દેશભક્ત હતા જેમણે ઈ.સ. 1901માં બ્રિટનની રાણી વિક્ટોરિયાનાં દેહાંત પર નાસિકમાં રાખવામાં આવેલ શોકસભાનો વિરોધ કર્યો હતો. વીર સાવરકરે વિરોધ દર્શાવતા કહ્યું કે, રાણી વિક્ટોરિયા આપણા દુશ્મન દેશની રાણી છે, તેમનાં મૃત્યુ પર આપણે કેમ દુ:ખ વ્યક્ત કરવું જોઈએ! જ્યારે આપણા દેશના કોઈ મહાપુરુષનું મુત્યુ થાય છે ત્યારે બ્રિટનમાં લોકો શોકસભા કરે છે?
2. વીર સાવરકર પહેલા એવા દેશભક્ત હતા જેમણે એડવર્ડ સપ્તમનાં રાજ્યાભિષેક સમારોહના ઉત્સવ મનાવવાવાળાઓને ત્ર્યંબેકશ્વરમાં મોટા મોટા પોસ્ટરો લગાવીને કહ્યું હતું કે, ગુલામીનો ઉત્સવ ન મનાવો.
3. વિદેશી વસ્ત્રોની પ્રથમ હોળી પુનામાં 7 ઓક્ટોબર 1905નાં રોજ સાવરકરે કરી હતી.
4. વીર સાવરકર પહેલા એવા ક્રાંતિકારી હતા જેમણે વિદેશી વસ્ત્રો સળગાવ્યા હતા. એ સમયે બાલ ગંગાધર તિલકે કેસરી નામનાં પત્રમાં સાવરકરને શિવાજી સાથે સરખાવી પ્રસંશા કરી હતી. જ્યારે દક્ષિણ આફ્રિકામાં આ જ બાબત પર ’ઈન્ડિયન ઓપિનિયન’ નામનાં પત્રમાં ગાંધીએ તેમની નિંદા કરી હતી.
5. વીર સાવરકર દ્વારા કરવામાં આવેલી વિદેશી વસ્ત્રોનાં દહનની ઘટના પછી સોળ વર્ષ બાદ ગાંધીજી તેમના માર્ગ પર ચાલ્યા અને 11 જુલાઈ 1921નાં રોજ મુંબઈનાં પરેલ વિસ્તારમાં તેમણે પણ વિદેશી વસ્ત્રોનો બહિષ્કાર કર્યો હતો.
6. વીર સાવરકર પહેલા એવા ભારતીય હતા જેમણે 1905માં વિદેશી પરિધાનનાં બહિષ્કાર કરવા બદલ પુનાની ફર્મ્યુસન કોલેજમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા અને સાથે દસ રૂપિયાનો દંડ કર્યો હતો. આ દંડનાં વિરોધમાં હડતાલ પણ કરવામાં આવી હતી અને તિલકજીએ તેમના પત્ર કેસરીમાં સાવરકરનાં પક્ષમાં સમર્થન આપ્યું હતું.
7. વીર સાવરકર પહેલા એવા બેરિસ્ટર હતા જેમણે 1909માં બ્રિટનમાં ગ્રેજ-ઈન નામની પરીક્ષા પાસ કરીને રાજા પ્રત્યે વફાદાર રહેવાની લેવામાં આવતી શપથ વિધિનો વિરોધ કર્યો, જેમના દંડ સ્વરૂપે તેમને બ્રિટિશર હોવાનું પ્રમાણ પત્ર પણ ન આપવામાં આવ્યું.
8. વીર સાવરકર પહેલા એવા લેખક હતા જેમણે અંગ્રેજો દ્વારા ગદર કહેવાવાળા સંઘર્ષ નો ઉલ્લેખ ’1857 સ્વાતંત્ર્ય સમર’ નામનો ગ્રંથ લખીને સિદ્ધ કર્યો હતો.
9. વીર સાવરકર પહેલા એવા લેખક હતા જેમના ’1857 સ્વાતંત્ર્ય સમર’ નામના પુસ્તક પ્રકાશિત કરતા પહેલા જ તેના ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
10. 1857 સ્વાતંત્ર્ય સમર’ વિદેશમાં છાપવામાં આવ્યો અને ભારતમાં ભગતસિંહે તેને છપાવ્યો હતો જે પુસ્તકની એક-એક નકલ ત્રણસો રૂપિયે વેચાઈ હતી. ભારતના ક્રાંતિકારીઓ માટે આ પુસ્તક પવિત્ર ગીતા સમાન હતું. પોલીસ અથવા દરેક દેશભક્તનાં ઘરમાં આ પુસ્તક જોવા મળતું.
11. વીર સાવરકર પહેલા ક્રાંતિકારી હતા જેમને સમુદ્ર જહાજમાં કેદી બનાવીને બ્રિટનથી ભારત લાવવામાં આવી રહ્યા હતા ત્યારે 8 જુલાઈ 1910નાં રોજ સમુદ્રમાં કુદી પડ્યા અને ફ્રાન્સ પહોંચી ગયા.
12. વીર સાવરકર પહેલા ક્રાંતિકારી હતા જેમનો કેશ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ચલાવવામાં આવ્યો હતો, પરંતુ બ્રિટન અને ફ્રાન્સની મિલીભગતના કારણે તેમણે ન્યાય ન મળ્યો અને કેદી બનાવીને ભારત લાવવામાં આવ્યા.
13. વીર સાવરકર વિશ્વના પહેલા ક્રાંતિકારી અને ભારતના પહેલા રાષ્ટ્રભક્ત હતા જેમણે અંગ્રેજ સરકારે બે જન્મ કારાવાસની સજા આપી હતી.
14. વીર સાવરકર પહેલા એવા દેશભક્ત હતા જેમને જ્યારે બે જન્મ કારાવાસની સજા આપવામાં આવી ત્યારે હસીને કહ્યું કે ’ઈસાઈ સત્તા પણ હિન્દુ ધર્મનાં પુન:જન્મના સિદ્ધાંતને સ્વીકારે છે.’
15. વીર સાવરકર પહેલા એવા રાજનૈતિક કેદી હતા જેમને કાળા પાણીની સજા સમયે દસ વર્ષથી પણ વધુ સમય સુધી અસહ્ય યાતનાઓ વેથી કાળી મજૂરી કરી. અનુસંધાન પાના નં. 18
16. વીર સાવરકર કાળા પાણીના પહેલા એવા કેદી હતા જેમણે કાળ કોઠરીની દીવાલો પર કાળા કોયલાના પથ્થરથી કવિતાઓ લખી હતીને તેમાંની 6 હજાર પંક્તિઓ તેમને યાદ હતી.
17. વીર સાવરકર પહેલા એવા દેશભક્ત હતા જેમના લખેલા પુસ્તકો આઝાદીનાં વર્ષો પછી પણ તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
- Advertisement -
વીર સાવરકર પહેલા એવા દેશભક્ત હતા જેમને જ્યારે બે જન્મ કારાવાસની સજા આપવામાં આવી ત્યારે હસીને કહ્યું કે ‘ઈસાઈ સત્તા પણ હિન્દુ ધર્મનાં પુન:જન્મના સિદ્ધાંતને સ્વીકારે છે’
વીર સાવરકરે 1909માં બ્રિટનમાં ગ્રેજ-ઈન નામની પરીક્ષા પાસ કરીને રાજા પ્રત્યે વફાદાર રહેવાની લેવામાં આવતી શપથ વિધિનો વિરોધ કર્યો, જેમના દંડ સ્વરૂપે તેમને બ્રિટિશર હોવાનું પ્રમાણ પત્ર પણ ન આપવામાં આવ્યું
18. વીર સાવરકર પહેલા એવા લેખક હતા જેમણે હિન્દુને પરિભાષિત કરતા કહ્યું કે, અળરુલધ્ઢૂ રુલધ્ઢૂક્ષ્રૂૃધ્ટળ ્રૂશ્ર્ન્રૂ ધળફટ ધુરુપઇંળ,રુક્ષટૈધુ: ક્ષૂઞ્રધુહ્યેમ લ મે રુવધ્ડળ્ફિટશ્ર્નિપૈર્ટીં। સમુદ્રથી હિમાલય સુધી ભારત ભૂમિ જેની પિતૃભૂમિ રહી છે, જેના પૂર્વજો અહીં જન્મ્યા છે એવી આ પુણ્યભૂમિ છે, જેમનું તીર્થ પણ ભારત ભૂમિ જ છે તે હિંદુ છે.
19. વીર સાવરકર પહેલા એવા દેશભક્ત હતા જેમને અંગ્રેજ સત્તા દરમિયાન ત્રીસ વર્ષ સુધી જેલમાં રાખવામાં આવ્યા અને આઝાદી પછીનાં વર્ષ 1948માં નહેરુ સરકારે ગાંધી હત્યાના આરોપમાં લાલ કિલ્લામાં કેદ રાખ્યા હતા, પરંતુ ન્યાયાલયમાં મુકવામાં આવેલા આરોપ ખોટા સાબિત થતા તેમને માનભેર છોડી દેવામાં આવ્યા. દેશ-વિદેશની બન્ને સરકારોને તેમના રાષ્ટ્રવાદી વિચારોથી ડર લાગતો હતો.
20. વીર સાવરકર પહેલા ક્રાંતિકારી હતા જેમનો 26 જાન્યુઆરી 1966નાં રોજ સ્વર્ગવાસ થયો ત્યારે ભારતીય સંસદના કેટલાક સાંસદોએ શોક સભાનો પ્રસ્તાવ મૂક્યો હતો તો તેમને એ કહીને રોકવામાં આવ્યા કે સાવરકર સંસદનાં સભ્ય નથી જ્યારે ચર્ચિલનાં મોતનું દુ:ખ સંસદે માનવતા શોક સભા રાખી હતી.
21. વીર સાવરકર પહેલા એવા ક્રાંતિકારી રાષ્ટ્રભક્ત સ્વાતંત્ર વીર હતા જેમના મૃત્યુબાદ 26 ફેબ્રુઆરી 2003નાં રોજ સંસદમાં તેમની મૂર્તિ લગાવામાં આવી જેમણે તેમના મૃત્યુની શોકસભા રાખવાનો પ્રસ્તાવ પણ ઠુકરાવ્યો હતો.
22. વીર સાવરકર પહેલા એવા રાષ્ટ્રવાદી વિચારક હતા જેમના ચિત્રને સાંસદ ભવનમાં લગાવતા રોકવા માટે સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો હતો પરંતુ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામે તેમના સુજાવ પત્રને નકાર્યો હતો.
23. વીર સાવરકર પહેલા એવા રાષ્ટ્રભકત બન્યા જેમના શિલાલેખને અંડમાન દ્વીપના સેલ્યુલર જેલનાં કીર્તિ સ્તંભમાં યુપીએ સરકારના મંત્રી મણીશંકર અય્યરે હટાવીને ગાંધીજીની મુર્તિ લગાવી હતી.
24. વીર સાવરકરે દસ વર્ષ આઝાદી માટે કાળા પાણીમાં કોહલુ ચલાવ્યું હતું જ્યારે ગાંધીજીએ કાળા પાણીની જેલમાં દસ મિનિટ પણ ચરખો નહીં ચાલાવ્યો.
25. વીર સાવરકર મા ભારતીના પહેલા સપૂત હતા જેમને જીવ્યા કે મર્યા પછી પણ આગળ વધવામાં રોકવામાં આવ્યા. પરંતુ આશ્ચર્યની વાત એ કે બધા વિરોધીઓ દ્વારા ધરેલા અંધકારને ચીરીને આગળ વધતા વીર સાવરકર લોકપ્રિય બન્યા છે અને યુવાનોનાં આદર્શ બન્યા છે.
- Advertisement -