બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની ભવ્ય જીત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
- Advertisement -
લોકસભા ચૂંટણી 2024ના પરિણામ પર આખા દેશની નજર છે. ત્યારે ભાજપના ગઢ સમા ગુજરાતમાં કઈ બેઠક પર કોણ જીત્યું તે જાણવામાં દરેકને રસ છે. ત્યારે ગુજરાતી જાગરણ અહીં કોણ કઈ બેઠક પર જીત્યું તે આપશે. નોંધનીય છેકે સુરત બિન હરિફ જાહેર થયા બાદ આજે 25 બેઠકો પર મત ગણતરી કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં ભાજપનો 23 બેઠકો પર વિજય થયો છે. અને બે બેઠકો પર ભારે રસાકસી જોવા મળી હતી. ત્યારે હવે બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગેનીબેન ઠાકોરને અભિનંદન પાઠવ્યા છે.
ગુજરાતમાં એક પછી એક બેઠકોના પરિણામ જાહેર થવા લાગ્યા છે. ત્યારે હવે ખેડાથી દેવુસિંહ ચૌહાણ, દાહોદથી જસવંતસિંહ ભાભોર, છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવા, આણંદ મિતેશ પટેલ, બારડોલીથી પ્રભુ વસાવાનો તેમજ વડોદરા બેઠક પરથી હેમાંગ જોશીનો પણ વિજય થયો છે.
ગુજરાતમાં ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે. જેમાં સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરા, અમદાવાદ પૂર્વમાંથી હસમુખ પટેલ, અમરેલી બેઠક પરથી ભરત સુતરિયાની જીત થઈ છે. તો કચ્છ બેઠક પરથી વિનોદ ચાવડા, સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાઓ જીત નોંધાવી છે.
- Advertisement -
જામનગર બેઠક પરથી પૂનમબેન માડમ, જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા, ભરુચ બેઠક પરથી મનસુખ વસાવાનો પણ જીત નોંધાવી છે. ગુજરાતમાં ભાજપનો ચાર બેઠક પર વિજય થયો છે. જેમાં ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ, અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી દિનેશ મકવાણા, રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલા, ભાવનગર બેઠક પરથી નિમુબેન બાંભણિયાનો વિજય થયો છે. જો કે રાજ્યમાં બે બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી જોવા મળી રહી છે.