ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના નાની વાવડી રોડ ઉપર આવેલ રાધાપાર્કમાં રહેતા અને સ્કાયટચ સિરામિક નામની ફેકટરીના ભાગીદાર અનિલભાઇ વલ્લભભાઇ કગથરાને ગત તા. 29 જુલાઈના રોજ મોડી રાત્રે તેમના મોબાઈલ ફોનમાં +1(425)606-4366 નંબરથી મેસેજ આવ્યો હતો કે, લોરેન્સ બીશ્નોઈ ગેંગ કી ઔર સે યે મેસેજ હૈ, અનિલભાઈ હમકો 25 પેટી ચાહીએ, નહીં તો અપુન કા પન્ટર લોગ અનિલ કગથરા, પ્રશાંત કગથરા ઔર તેરે પાર્ટનર કો ઠોક દેગા, અપુન કે પાસ તેરા પુરા કુંડલી હૈ, સમજા ક્યાં. અગર 25 લાખ નહીં દિયા તો ભાઉ ફેકટરી મત જાના નહીં તો ઉડા દેગે જેવા ધમકી ભર્યા મેસેજ કર્યા બાદ રીવોલ્વર તથા કાર્ટીઝનો વિડીયો મુકી મૃત્યુનો ભય બતાવ્યો હતો અને વોટ્સએપમાં ઓડિયો, વિડીયો મેસેજ મોકલાવીને ખંડણી માંગવામાં આવી હતી ત્યારબાદ જઇઈં બેન્કના એકાઉન્ટ નંબર 20421021127, ઈંઋજઈ-જઇઈં0000190 તથા ઙઅઢઝખ ઈઇંઅગઉઅગ ઊંઞખઅછ 7766946803 માં પૈસા ટ્રાન્સફર કરી સ્લીપ તેમજ સ્ક્રીન શોટ મોકલવા ધમકી આપી હતી અને જો 25 લાખ નહીં આપે તો ફરિયાદી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી.
આ બનાવ મામલે ભોગ બનેલા ઉદ્યોગકારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે લોરેન્સ બિશ્નોઈ ગેંગના માણસની ઓળખ આપી ખંડણી માંગનાર શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધાવવામાં આવ્યો છે જેથી પોલીસે વોટ્સએપ મેસેજ કરનાર અને એકાઉન્ટ ડિટેઇલમાં જે નામ ખુલે તે ઈસમો વિરુદ્ધ આઈપીસી કલમ 384,387,507,511 મુજબ ગુન્હો નોંધીને આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.