ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લામાં મંગળવારે મોડી સાંજે જાનૈયાઓથી ભરેલી બસ ખીણમાં ખાબકતા અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે. જ્યારે 21 લોકોને બચાવી લેવાયા છે.
ઉત્તરાખંડના પૌરી ગઢવાલ જિલ્લાના સિમડી ગામ પાસે રિખનીખાલ-બિરોખાલ રોડ પર અંદાજે 45થી 50 લોકોને લઈ જઇ રહેલી બસ ખીણમાં ખાબકતા ઓછામાં ઓછાં 25 લોકોના મોત નિપજ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
- Advertisement -
Uttarakhand | 25 people found dead in the Pauri Garwhal bus accident that took place last night in Birokhal area of Dhumakot. Police & SDRF rescued 21 people overnight; injured have been admitted to nearby hospitals: DGP Ashok Kumar
(File photo) pic.twitter.com/nFYkPA0nkn
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 5, 2022
- Advertisement -
પોલીસ અને SDRFએ રાતોરાત 21 લોકોને બચાવી લીધા
આ અંગે DGP અશોક કુમારે માહિતી આપતા જણાવ્યું કે, ‘ધુમાકોટના બિરોખાલ વિસ્તારમાં ગઈકાલે રાત્રે થયેલા પૌડી ગઢવાલ બસ અકસ્માતમાં 25 લોકોના મોત નિપજ્યાં છે. પોલીસ અને SDRFએ રાતોરાત 21 લોકોને બચાવી લીધા છે. જ્યારે અન્ય ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.’
Pauri Garwhal bus accident | A wedding procession had left in a bus from here, Laldhang; an accident occurred. Info is being taken from the family members. Rescue operation is still underway by Pauri Police & SDRF at the spot: Haridwar SP City Swatantra Kumar Singh#Uttarakhand pic.twitter.com/GRM1b1Z9y2
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 4, 2022
ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો
મળતી માહિતી અનુસાર, જાનૈયાથી ભરેલી આ બસ લાલધાંગથી કારા તલ્લા જઈ રહી હતી. ત્યારે અંદાજે 45થી 50 મુસાફરો ભરેલી બસ બેકાબુ બની બિરોખલ નજીક ખીણમાં ખાબકી હતી. બસ એક લગ્નપ્રસંગ પતાવીને આવી રહી હતી કે જેમાં 50 જાનૈયાઓ સવાર હતા. જોકે આ ઘટના બાદ ઘટનાસ્થળે તુરંત પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. ગામલોકોએ પણ સ્થળ પર જ મૃતદેહોની શોધખોળ માટે વહીવટી તંત્ર સાથે મળીને પણ કામગીરી હાથ ધરી હતી. અંધારાના કારણે બચાવ કામગીરીમાં વહીવટી તંત્રને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વધુમાં પૌડી ગઢવાલ જિલ્લામાં આ ભયાનક બસ દુર્ઘટનાના સમાચાર મળતા જ ગઇકાલે જ CM પુષ્કર સિંહ ધામી રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર પહોંચ્યા હતા. તેઓએ મીડિયાને જણાવ્યું કે, ‘આ ખૂબ જ દુઃખદ ઘટના છે. બસમાં લગભગ 45 લોકો સવાર હતા. મે ત્યાંના અધિકારીઓ સાથે વાતચીત કરી છે. હું પોતે બધા સાથે વાતચીત કરી રહ્યો છું કે બચાવ કાર્ય જલ્દીથી શરૂ કરવામાં આવે.’