366 સગર્ભા મહિલાઓને બે દિવસ પહેલાં જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી
ગુજરાત અને કચ્છ જિલ્લામાં ગયાં અઠવાડિયે ભારે વરસાદ અને પૂરના કારણે તબાહી જોવા મળી હતી. પૂરની સ્થિતિએ સામાન્ય લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત કર્યું હતું,
- Advertisement -
આ સમય દરમિયાન કચ્છ જિલ્લામાં 231 મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો હતો. જીલ્લા પ્રભારી કમ ગુજરાત સરકારના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ભારે વરસાદના ગામના મોટાભાગના રસ્તાઓ બંધ થઈ ગયાં હતાં. તેઓએ વધુમાં જણાવ્યું કે અમે જાણતાં હતાં કે ગર્ભવતી મહિલાઓને ઈમરજન્સીમાં સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
તેથી જ કચ્છની સગર્ભા મહિલાઓને વાવાઝોડા પહેલાં જ સાવચેતીના ભાગરૂપે વિવિધ હોસ્પિટલોમાં લઈ જવામાં આવી હતી. પ્રફુલ્લ પાનશેરિયાએ જણાવ્યું હતું કે મુશ્કેલ સંજોગોમાં પણ આ મહિલાઓની સતત કાળજી રાખવામાં આવી હતી અને સુરક્ષિત ડિલિવરી કરાવવામાં આવી હતી.
સગર્ભા મહિલાઓને બે દિવસ અગાઉથી હોસ્પિટલમાં ખસેડવાનો અમારો નિર્ણય યોગ્ય હતો, કારણ કે પૂરની સ્થિતિમાં સગર્ભા મહિલાઓને હોસ્પિટલમાં લઈ જવી મુશ્કેલ હતી. મને ખુશી છે કે મુશ્કેલ સંજોગો છતાં સરકારી હોસ્પિટલોમાં 231 સફળ પ્રસૂતિ થઈ હતી.
- Advertisement -
કચ્છમાં કુલ 366 મહિલાઓને પ્રિનેટલ કેર આપવામાં આવી હતી. જેમાંથી મહિલાઓને જરૂર પડ્યે સ્થાળાંતર કરવામાં આવી હતી. આ રીતે, આરોગ્ય વિભાગના પાયાના કર્મચારીઓથી માંડીને વરિષ્ઠ અધિકારીઓ અને મંત્રીઓ સુધીના દરેકે સંકલન રહીને કચ્છના આ મુશ્કેલ સમયમાં સગર્ભા મહિલાઓની કાળજી લીધી હતી.