રજામાં મનપાની કામગીરી કાર્યરત: કચરો ફેંકતા વધુ 38 લોકો ઝડપાયા: 5.8 કિલો પ્લાસ્ટીક જપ્ત
ખાસ-ખબર સંવાદદાતા
શહેરને પ્લાસ્ટીક મુકત કરવા, સફાઇ અંગેની ફરીયાદોના ઝડપી નિવારણ તેમજ લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઇન્ટ ખાત કચરો ફેંકતા લોકોને સીસીટીવી કેમેરા મારફત ઝડપી લેવા, પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા તેમજ જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને પણ સીસીટીવી કેમેરામાં ઝડપી લઇ દંડ વસુલાતની કામગીરી તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઇ થુંકનારને ઇ-ચલણ દ્વારા દંડની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેમાં તા. રપ-11 તથા ર6 ના રોજ ર3 વ્યકિતઓને સીસીટીવી કેમેરા મારફત જાહેરમાં પાન, ફાકી ખાઇને થુંકતા ઝડપી તેઓને ઇ-ચલણ દ્વારા દંડ કરવામાં આવેલ હતો. તેમજ જાહેરમાં કચરો ફેકાતા 38 લોકો તથા પ.8 કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યું હતું.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યું મુજબ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ 1000 કેમેરા દ્વારા તા. રપ તથા ર6 ના રપરર લોકેશન ચેક કરવામાં આવેલ, જેના માધ્યમથી કુલ 631 સફાઇ કામદારોનું સફાઇની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ છે, જેમાં વોર્ડ નં. 7-બ નાં એક સફાઇ કામદાર જાહેરમાં કચરો ફેકતા નજરે પડેલ જેને રૂા. રપ0 દંડ ફટકારવામાં આવેલ હતો. તેમજ તા. રપ તથા ર6 ના રોજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઇ બાબતની પ9 ફરીયાદો સીસીટીવી ક્ધટ્રોલ રૂમ દ્વારા ફરીયાદી બની કરવામાં આવેલ હતી. આ ફરીયાદોનું ફોલોઅપ જે તે વિસ્તારના સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી ર4 કલાકમાં નિવારણ કરવામાં આવેલ હતું. પ.8 કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝૂંબેશના રૂપમાં સઘન સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ 38 નાગરીકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવેલ અને પ.8 કી. ગ્રા. પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવેલ.ઉપરોકત કામગીરી મ્યુનિ. કમિ. આનંદ પટેલની સુચના અને નાયબ કમિ. ના માર્ગદર્શન અન્વયે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઇજનેર એન. આર. પરમાર તથા નાયબ પર્યાવરણ ઇજનેર પી. સી. સોલંકી, વી. એમ. જીંજાળા અને ડી. યુ. તુવરની આગેવાની હેઠળ એસ. આઇ. તથા એસ. એસ. આઇ. દ્વારા પ્રતિબંધીત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુ સન્સ કરતા નાગરીકોને દંડ કરવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ હતી.