આવતીકાલે વોર્ડ નં.18માં કેમ્પ યોજાશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બીજા તબક્કાની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું તા. 6-2થી 25-02 સુધી આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ગઈકાલે વોર્ડ નં. 3, આર.એમ.સી. શાળા નં. 98, સંતોષીનગર પ્રાથમિક સ્કુલ, રેલનગર પાણીના ટાંકા પાસે, 80 ફૂટ રોડ ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ મેયર નયનાબેન પેઢડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. જ્યારે બપોર બાદ વોર્ડ નં. 3, માધાપર તાલુકા શાળા, ક્રાઈસ્ટ હોસ્પિટલની બાજુમાં, માધાપર ખાતે યોજવામાં આવી હતી. આ વોર્ડમાં યોજાયેલા ઉપરોક્ત બંને યોજનાકીય કેમ્પમાં સરકારની જનહિતની વિવિધ યોજનાઓનો કુલ 2208 લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં આર.એમ.સી. શાળા નં. 98, સંતોષીનગર પ્રાથમિક સ્કુલ, રેલનગર પાણીના ટાંકા પાસે, 80 ફૂટ રોડ ખાતેના કેમ્પમાં 1262 લોકોને અને માધાપર તાલુકા શાળા, ક્રાઈસ્ટ હોસ્પિટલની બાજુમાં, માધાપર ખાતેના કેમ્પમાં 946 નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ પ્રાપ્ત થયો હતો. આવતીકાલે વોર્ડ નં. 18માં આ કેમ્પ યોજાશે. આ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિનભાઇ મોલિયા, વોર્ડ નં. 3ના કોર્પોરેટર અલ્પાબેન દવે, કુસુમબેન ટેકવાણી, બાબુભાઈ ઉઘરેજા, વોર્ડ પ્રભારી પૂર્વેશભાઈ ભટ્ટ, વોર્ડ પ્રમુખ હેમુભાઈ પરમાર, મહામંત્રી અભયભાઈ નાંઢા, ડો. હેમંત અમૃતિયા, શહેર ભાજપ મંત્રી ઇલાબેન પડિયા, શહેર ભાજપ મંત્રી અને યાત્રા ઇન્ચાર્જ વિજયભાઈ પાડલીયા, યાત્રા સહ ઇન્ચાર્જ નીતિનભાઈ વાઘેલા, શિક્ષણ સમિતિના સભ્ય હિતેશભાઈ રાવલ, યુવા મહામંત્રી જીતુભાઈ કુંગસીયા તથા રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ વોર્ડમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રૂટ આર.એમ.સી. શાળા નં. 98, સંતોષીનગર પ્રાથમિક સ્કુલ, રેલનગર પાણીના ટાંકા પાસે, 80 ફૂટ રોડ વિસ્તારમાં નીકળી હતી. યોજનાકીય કેમ્પમાં કુલ 1520થી વધુ લાભાર્થીઓ હાજર રહેલ હતાં. વિવિધ યોજના વાઈઝ લાભ લીધેલ લાભાર્થી જોઈએ તો, આધારકાર્ડ-66, રાશન કાર્ડ-74, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના-7, પ્રધાનમંત્રી ઉજાલા યોજના-9, પ્રધાનમંત્રી મુદ્રા યોજના-3, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના-15, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના-3, વૃધ્ધ નિરાધાર સહાય-5, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના-1, વિધવા સહાય યોજના-7, આવકનો દાખલો-167, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર-10, આયુષ્માન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-180, હેલ્થ વેલનેસ કાર્ડ-641, પી.એમ.સ્વનિધિ યોજના-27, પી.એમ. ઇ-બસ સેવા-5, પ્રધાનમંત્રી આવાસ યોજના-10, ખેલો ઇન્ડિયા-12, આઈ.સી.ડી.એસ.-16, દિવ્યાંગ-, બેંકેબલ-, અન્ય-, સમાજ સુરક્ષા-4 એમ મળી આ કેમ્પમાં કુલ 1262 જેટલાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.
વોર્ડ નં.3માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને યોજનાકિય કેમ્પનો 2208 લાભાર્થીઓએ લીધો લાભ
