ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
સરગમ કલબના ચિલ્ડ્રન કલબના સભ્યો એ તા. 02/15/2024 અને 03/05/2024 બે દિવસ રોજ ફનવર્લ્ડમાં (રેસકોર્ષ) 2,200 થી વધુ બાળકોએ 10 થી વધુ રાઇડ્સની મજા વિનામૂલ્યે માણી આનંદ મેળવેલ. તેમજ બાળકો એ ખૂબ મજા માળી. સરગમ ક્લબ વિવિધ ક્ષેત્રોના લોકો માટે સંસ્કૃતિક કાર્યક્રમ કરતી આવે છે. તેના ભાગરૂપે ચિલ્ડ્રન કલબના તમામ સભ્યોને ફનવર્લ્ડ માં અંદર પીકનીક યોજાયેલ આ પીકનીકમાં અમોને ફનવર્લ્ડના ચેરમેન હિતેન્દ્રસિંહ જાડેજા અને મેનેજર પ્રદીપસિંહ ઝાલા એ સહયોગ આપેલ.
- Advertisement -
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા નાં માર્ગદર્શન હેઠળ નીલુબેન મહેતા, અલકાબેન કામદાર, ગીતાબેન હિરાણી, ડો. અલ્કાબેન ધામેલિયા, ભાવનાબેન મહેતા, જયશ્રીબેન વ્યાસ, જયશ્રીબેન મહેતા, હેતલબેન થડેશ્વર, વૈશાલીબેન શાહ, નીતાબેન પરસાણા, મિતલબેન ચગ તથા સરગમ લેડીઝ કમિટી ના તમામ મેમ્બર એ જહેમત ઉઠાવી છે.