30 કલાકારોની 48 કલાકની મહેનત
અયોધ્યામાં યોજાનાર ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રાજકોટમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સંતકબીર રોડ ઉપર ઇમિટેશનના વેપારીઓ દ્વારા 2100 ફૂટની આકર્ષક રંગોળી તૈયાર કરવામાં આવી છે. જેમાં 30 કલાકારોએ 1000 કિલો કલર તેમજ 48 કલાક મહેનતથી અયોધ્યાનો માહોલ ઉભો કર્યો છે. ભગવાન રામ જ્યારે વનવાસ ભોગવી અયોધ્યા પરત ફર્યા ત્યારનો માહોલ આ રંગોળી દ્વારા દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અહીં વિશાળ કઊઉ સ્ક્રીન દ્વારા અયોધ્યાનાં કાર્યક્રમનો લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવનાર છે. તેમજ ભક્તોને પ્રસાદ આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.