કોલેજોમાં પણ 17મી ઓક્ટોબરથી રજાઓ: 6 નવેમ્બરથી બીજું શૈક્ષણિક સત્ર શરૂ થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દિવાળીના તહેવાર નિમિત્તે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની આશરે 5500થી વધુ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં વેકેશનનો પ્રારંભ થઈ ગયો છે. રાજ્યની કોલેજોમાં પણ 17મી ઓક્ટોબરથી આગામી 21 દિવસ માટે રજાઓ શરૂ થઈ ગઈ છે, જેના કારણે શહેરમાં હવે પ્રવાસ અને તહેવારની ઉજવણીનો માહોલ જામ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રથમ શૈક્ષણિક સત્રનો કાર્યભાર 15મી ઓક્ટોબરના રોજ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો છે. તા. 16મી ઓક્ટોબરથી આગામી 5મી નવેમ્બર સુધી કુલ 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે.
- Advertisement -
નવા સત્ર અને ઉનાળુ વેકેશનની તારીખો:
બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ: આગામી તા. 6 નવેમ્બરથી થશે. આ સત્ર કુલ 144 દિવસનું રહેશે અને 3જી મે 2026 સુધી ચાલશે.
ઉનાળુ વેકેશન: બીજા સત્રના સમાપન બાદ ઉનાળુ વેકેશન આગામી તા. 4 મે 2026થી શરૂ થશે, જે 35 દિવસનું રહેશે.
નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ: 7મી જૂન 2026થી થશે.