ખાસ-ખબર ન્યૂઝ કચ્છ, તા.15
ફરી એક વાર કચ્છના દરિયા કાંઠેથી પ્રતિબંધિત અને ગેરકાયદેસર ડ્રગ્સ મળી આવ્યું છે, જખૌ દરિયાઇ વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ મળી આવ્યા હતાં. જ્યારે માંડવી દરિયાઈ વિસ્તારમાંથી પણ ચરસના પેકેટો મળવાનો સીલસીલો શરૂ થયો છે. આમ ગઈકાલે જખૌ પાસેથી 10 પેકેટ મળી આવ્યા બાદ માંડવી પાસેથી પણ ચરસના 20 પેકેટ મળી આવ્યા હતાં.
- Advertisement -
આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે વાત કરીએ તો ચરસના પેકેટની કિંમત પાંચ કરોડ છે. મોટા ભાગે ગુજરાતમાં ડ્ર્ગ્ય દરિયાઈ વિસ્તારથી લાવવામાં આવે છે. અત્યાર સુધી અહીં કરોડો રૂપિયાનું ડ્રગ્ય પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. છતા પણ અહીંથી ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો યથાવત જોવા મળતો રહે છે.
અત્યારે પણ કચ્છના દરિયાઈ વિસ્તાર જખૌ પરથી પાંચ કરોડની કિંમતના 10 ચરસના પેકેટ મળી આવ્યા છે. જે મામલે અત્યારે કાર્યવાહી પણ ચાલી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ બંદર જાણે ડ્રગ્સ માટેન પ્રવેશ દ્વાર બની ગયો છે. તેમ વારે ઘડિયે અહીંથી ચરસ મળી આવે છે.અત્યારની વાત કરવામાં આવે તો પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે, ચરસના આ 10 પેકેટ સામે પારથી તણાઈને આવ્યા છે. જખૌ બાદ માંડવીના ધોળીપુર દરિયાઈ કાંઠેથી મેડીક્રીક પાસે પણ તણાઈને આવેલા ચરસના પેકેટો મળી આવ્યા હતાં. જેમાં બીએસએફ અને પોલીસના પેટ્રોલીંગ દરમિયાન મેડક્રીકમાંથી ચરસના 10 પેકેટ અને માંડવીના ધોળીપુર દરિયાઈ વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ મળી આવ્યા હતાં. આમ બે દિવસમાં ચરસના કુલ 30 પેકેટ મળી આવ્યા છે. જેની ઈન્ટરનેશનલ માર્કેટમાં કરોડો રૂપિયાની કિંમત થાય છે. કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી છેલ્લા 10 દિવસમાં 30થી વધુ ચરસના પેકેટો મળી આવ્યા છે. જો કે, પ્રાથમિક તપાસમાં ચરસના પેકેટ સામે પારથી તણાઇ આવ્યા હોવાનું સામે આવ્યું છે. પરંતુ ઘટનાને ગંભીરતાથી લેતા હજુ પણ દરિયાઇ વિસ્તારમાં સર્ચ ઓપરેશન યથાવત છે. નોંધનીય છે કે, આ દરિયા કિનારેથી અનેક વખત ચરસના પેકેટ મળી આવ્યા છે.