ગામને શ્વાનમુક્ત કરવા યુવાનો શ્ર્વાનો પર તૂટી પડ્યા
શ્વાનનો સાથેની બર્બરતા સામે જીવદયા પ્રેમીઓમાં રોષ
- Advertisement -
હીન કૃત્યના ફોટો અને વિડીયો વાયરલ
એનિમલ વેલફેર બોર્ડનાં સભ્યે કલેકટરને લખ્યો પત્ર
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ તાલુકાના આજોઠા ગામે શ્વાનનો સાથેની બર્બરતા ના ફોટા વિડિઓ વાઇરલ થતા જીવદયા પ્રેમીમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે સમગ્ર મામલે ઊંચ કક્ષા એ તપાસ થાય તેવી માંગ ઉઠી છે આજોઠા ગામે સમૂહ લગ્ન હોઈ અને ગામને શ્વાનન મુક્ત કરવા યુવાનો એ શ્વાનન અને ગુલુડીયા સાથે બર્બરતા આચરી ઘટના ના ફોટા વડીઓ સામે આવતા એનિમલ વેહફેર બોર્ડ ના મેમ્બર રાજેન્દ્ર શાહે કલેકટર અને એસપી ને પત્ર લખી તપાસ માંગ કરી કડક સજાની માંગ કરી છે. વેરાવળ તાલુકાના આજોઠા ગામેથી મળતા સમાચારો મુજબ કેટલાક લોકો દ્વારા શ્વાનો ને માર મારી ગુમ કરી દીધા છે. તો શું તેમની હત્યા કરવામાં આવી છે કે ગુમ કરી દેવાયા છે તેવી લોકચર્ચા જાગી છે. તાજેતરમાં આજોઠા ગમે સમૂહ લગ્ન યોજાયા હતા. મળતી માહિતી મુજબ આ દરમિયાન સફાઈ અભિયાન ચલાવાયું હતું ત્યારે ગામને શ્વાનન મુક્ત કરવું હોય તેમ શ્વાનનોને માર મારવામાં આવ્યો હોય તેવા ફોટા અને વીડિયો સામે આવ્યા છે તો કેટલાક ફોટાઓ જેમાં ગલુડિયાઓને કોથળામાં નાખતા હોય તેવા લોકો દેખાય છે. ગામમાંથી શ્વાનનો ગુમ થયા કે તેમની હત્યા કરવામાં આવી છે તે રહસ્ય છે આ વીડિયો અને ફોટા એનિમલ વેલ્ફેર સેન્ટર પાસે પહોંચતા એક તપાસ કરવાનો પત્ર વેલ્ફેર બોર્ડના મેમ્બર રાજેન્દ્ર શાહે ગીર સોમનાથ જિલ્લા કલેકટર અને એસપી પત્ર લખી તટસ્થ તપાસની માંગ કરી છે.
- Advertisement -
એનિમલ વેલ્ફેર બોર્ડનાં મેમ્બરે પત્રમાં જણાવ્યુ છે કે, વેરાવળના આજોઠા ગામમાં યુવકો દ્વારા ર5 શ્વાનની ઘાતકી હત્યા કરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને ક્રુરતાની હદ પાર કરતા લોકોનું એક રાક્ષસી કૃત્ય સામે આવ્યુ છે. જેમાં સમૂહ લગ્ન નિમિતે સફાઇ અભિયાનના નામે ગામને શ્વાન મુકત બનાવવાનું અભિયાન ચલાવી રપ જેટલા નિદોષ શ્વાનને મોતે ઘાટ ઉતારી દેવાયા હોવાની ઘટના વેરાવળના આજોઠા ગામે તાજેતરમાં બન્યાનું સાથેની લોક અને આધારભૂત સમાચાર માઘ્યમોથી જાણવામાં આવેલ છે.
વીડીઓ જોતા આ અબોલ નિર્દોષ જીવોની નિર્દયતા પૂર્વક હિંસા કરી મોતના ઘાટ ઉતાર્યાનું સ્પષ્ટ જણાય છે. તમામ ગુનેગાર લોકો સામે પીસીએ 1960 અને આઇપીસી 428 અને આઇપીસી 429 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
જૂનાગઢ જીવદયા પ્રેમીની માંગ
જૂનાગઢના જીવદયા પ્રેમી હિતેશ વસંતભાઇ સંઘવીએ જણાવ્યુ હતુ કે, વેરાવળ તાલુકાનાં આજોઠા ગામે શ્વાનનો સાથે બનેલી ક્રુરતા મુદ્દે તાલાલાના ધારાસભ્ય એવુ કહે છે કે, આવો કોઇ બનાવ બન્યો નથી. ત્યારે અમારી એવી માંગ છે આ બનાવને ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યો છે. ત્યારે જીવદયા પ્રેમીની માંગ છે કે, શ્વાનને જે રીતે ક્રૃરતા પૂર્વક મારવામાં આવી રહ્યા છે. તેવા લોકો સામે કડક કાર્યવાહી કરી તમામ સામે ગુનો નોંધીને ગુનેગારોને પકડી લેવામાં આવે જીવદયા પ્રેમી હંમેશા માટે અહીંસા વૃતીનો રાહ ચિંધી રહ્યો છે. ત્યારે આ બનાવમાં યોગ્ય તપાસ કરવાની માંગ કરી હતી.
શ્વાન પર ક્રુરતા આચરનાર સામે કાર્યવાહી થશે?
વેરાવળના આજોઠા ગામે શ્વાનનોને ક્રુરતા પૂર્વક માર મારવાના વિડીયો તથા ફોટા સામે આવ્યા છે તેની સામે જીવદયા પ્રેમીઓ કડક સજા કરવાની માંગ કરી રહ્યા છે ત્યારે શું તંત્ર દ્વારા કોઇ કડક કાર્યવાહી થશે કે પછી શ્વાનનો ભોગ લેનાર આબાદ છટકી જશે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે, તંત્ર દ્વારા કેટલી કડક કાર્યવાહી કરે છે.
શ્વાન સાથેની ક્રુરતાનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…