રિમાન્ડ દરમિયાન અન્ય સાહિત્ય પણ મળી આવ્યુ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાંથી ઝડપાયેલ નકલી ડીવાયએસપી વિનીત બંસીલાલ દવેના 18 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર છે ત્યારે ડીવાયએસપી હિતેષ ધાંધલીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચના પીઆઇ જે.જે.પટેલ તથા સ્ટાફ દ્વારા નકલી ડીવાયએસપી વિનીત દવેની ઉંડાણ પૂર્વક તપાસ કરતા અમદાવાદ અને વડોદરા ખાતે તેના રહેણાંક મકાનની તપાસ કરી હતી. જેમાં પોલીસને વિનીત દવેના ઘરમાંથી રૂા.20.98 લાખ રોકડ મળ્યા હતા. તેની સાથે અન્ય મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો હતો.
રિમાન્ડ દરમિયાન નકલી ડીવાયએસપી બની બેઠેલ વિનીત પાસેથી હોનરેબલ પ્રિન્સિપલ એન્ડ ડિસ્ટ્રીક સેસન્સ જજના હોદાનો અસલ સિકકો, કોરા હાજરી રજીસ્ટર, કર્મચારીની સર્વિસ શી, લેપટોપ તથા કોમ્પ્યુટર, ઇન્ડિયન રેલવેના લાલ તથા બ્લુ કલરના લોગોવાળા સ્ટીકર શીટ, કલેકટર ઓફિસ રાજકોટના સિકકાવાળા સ્ટીકરની શી, બે જોડી પોલીસ યુનિફોર્મ તથા આઇકાર્ડ, પોલીસના ખોટા આઇ કાર્ડ બનાવવા તેમજ પગાર સ્લીમ, બદલી ઓર્ડર, નિમણુંક ઓર્ડર, એપોઇન્ટમેન્ટ લેટર બનાવવા ઉપયોગમાં લીધેલ સીપીયુ સહિતનો મુદામાલ કબ્જે લેવાયો હતો. જયારે પોલીસે આરોપીના સાત જેટલા બેંક ખાતા ફ્રીજ કરવામાં આવ્યા હતા અને બેંક ખાતાઓમાં બેલેન્સ ટ્રાન્ઝેકશન સહિતની વિગતો મેળવાઇ રહી છે. ત્યારે હજુ નોકરીની લાલચે કેટલા લોકો સાથે છેતરપીંડી કરી છે તે દિશામાં પણ વધુ તપાસ ક્રાઇમ બ્રાંચ ચલાવી રહી છે.