SOGએ દરોડો પાડી 60 હજારનો મુદામાલ કબ્જે કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નશીલા પદાર્થનું વેચાણ કરનાર તત્વો સામે કડક હાથે કામગીરી કરવાના આદેશ આપતા એસઓજી પીઆઇ એ.બી.જાડેજા તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલી બાતમીના આધારે સુત્રાપાડાના પ્રાંચી ખાતે રેઇડ કરતા ગાંજાના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા હતા.
એસઓજી પોલીસે સુત્રાપાડા તાલુકાના પ્રાંચી પાસેના કુંભારીયા ગામે આવેલ દાતરબાપુની દરગાહ પાસે રેઇડ કરી હતી અને આ રેઇડ દરમિયાન કાળુશા ચાંદશા સાંઈ ફકીરે ગાંજો વિસાવદરના મોટી મોણપરી ગામના રહેવાસી અશ્વિન ખીમજી વાળા ગાંજાનો જથ્થો લાવ્યા હોવાનું સામે આવ્યું હતું ઝડપાયેલ બંને ઈસમો પાસેથી 3 કિલો 300 ગ્રામ ગાંજાની કી.રૂ.70,000 તેમજ અન્ય મુદામાલ મળી કુલ રૂ.60,500 સાથે ઝડપાયા હતા એસઓજી પોલીસે સુત્રાપાડા પોલીસમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.