By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    1 week ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    1 week ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    1 week ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    1 week ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    1 week ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    1 week ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    1 week ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    1 week ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    1 week ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    1 week ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 week ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    1 week ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    1 week ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    1 week ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 2 લાખ કિલો નકલી-ઝેરી પનીર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > 2 લાખ કિલો નકલી-ઝેરી પનીર
રાજકોટ

2 લાખ કિલો નકલી-ઝેરી પનીર

Khaskhabar Editor
Last updated: 2026/02/10 at 3:46 PM
Khaskhabar Editor 2 months ago
Share
6 Min Read
SHARE

ગુજરાતીઓના પેટમાં દરરોજ ઠલવાય છે

સરકારે ભેળસેળ વિરૂદ્ધના નિયમો કડક બનાવવાને બદલે હળવા કર્યાં

- Advertisement -

‘એનાલોગ પનીર’ને સરકારે માન્યતા આપી છે, આ નકલી પનીર પામ ઓઈલ-મેંદો અને કેમિકલથી બને છે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

તાજેતરના એક અહેવાલ અનુસાર અમદાવાદમાં અંદાજે 27000થી વધુ નાની-મોટી રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની લારીઓ આવેલી છે. જો રોજનું સરેરાશ 1 કિલો પનીર પણ એક રેસ્ટોરન્ટમાં વપરાય તો એકલા અમદાવાદમાં રોજનું 27000 કિલો પનીર ખવાય છે. એક કિલો અસલ પનીર બનાવવા 10 કિલો દૂધ જોઈએ, જેની સામે આટલો મોટો દૂધનો સપ્લાય ઉપલબ્ધ ન હોવાથી અમદાવાદ સહિત ગુજરાતભરમાં એનાલોગ પનીરનો વ્યાપ અકલ્પનીય રીતે વધ્યો છે.
એક અંદાજ મુજબ જો અમદાવાદમાં દરરોજનું 27000 કિલો પનીર જોઈતું હોય તો અમદાવાદ સિવાયના મહાનગર રાજકોટ, સુરત, બરોડા, ભાવનગરમાં અંદાજે દરરોજનું સરેરાશ 25000 કિલો પનીર જોઈતું હશે. આમ, રાજ્યના પાંચ મહાનગરમાં દરરોજનું આશરે 1.25 લાખ કિલો અને બીજા નાના-મોટા શહેરોનું આશરે 75000 કિલો પનીર તેમાં ઘણી લઈએ તો ગુજરાતમાં દરરોજ અંદાજીત 2 લાખ કિલો પનીરની જરૂરિયાત ઉભી થાય છે જે જરૂરિયાત નકલી પનીર અથવા તો એનાલોગ પનીરથી પૂરી પાડવામાં આવે છે.

- Advertisement -

હોટેલ-રેસ્ટોરાંમાં પનીરની ડિશ મંગાવતી વખતે ખ્યાલ રાખજો કે, તમે ઝેર ખાવા જઈ રહ્યા છો

રાજકોટ સહિત રાજ્યભરની સેંકડો હોટલોમાં શુદ્ધ દૂધના પનીરને બદલે કેમિકલ, વનસ્પતિ તેલ અને સ્ટાર્ચમાંથી બનેલું ‘એનાલોગ પનીર’ પીરસવામાં આવી રહ્યું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. અસલી પનીર કરતા લગભગ અડધી કિંમતે મળતું આ નકલી પનીર લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી રહ્યું છે. નફો કરવા અનેક સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ, ખૂમચાવાળાથી લઈ સારી સારી રેસ્ટોરન્ટમાં પનીરને બદલ પનીર જેવું જ દેખાતું એનાલોગ પનીરના નામે ગ્રાહકોને પ્રેમથી ખવડાવે છે અને ગ્રાહક બાપડો એનો ફરક જાણતો ન હોવાથી એ ખાય છે અને પનીરની ડિશના પૈસા ચૂકવે છે.
દૂધનું ઉત્પાદન બહુ ઓછું છે એવા ભૌગોલિક વિસ્તારોમાં એનાલોગ પનીરને માન્યતા આપી દેવાઈ છે. સસ્તામાં તૈયાર થઈ જતું હોવાથી તેમજ પનીર જેવું જ દેખાતું હોવાથી આર્થિક દૃષ્ટિએ નફાકારક પુરવાર થતું હોવાથી અનેક જગ્યાએ પનીરને બદલે એનો ઉપયોગ થાય છે. જો ઘરે દૂધથી બનાવેલા પનીરમાં તમે સોય કે એવી બારીક સળી નાખીને બહાર કાઢશો તો એમાં પનીર ચોંટેલું નહીં રહે, જ્યારે એનાલોગ પનીરમાં સળી ખોસીને બહાર કાઢશો તો એમાં એ ચોંટેલું મળી આવશે.
ઉલ્લેખનીય છે કે, પનીર એ કુદરતી રીતે દૂધને ફાડીને બનાવાતી આઇટમ છે. જો એક લિટર દૂધ હોય તો એમાંથી બહુ-બહુ તો 250 ગ્રામ પનીર મળે છે, જ્યારે એનાલોગ પનીર બનાવવામાં દૂધના પાઉડરમાં વનસ્પતિ ઘીનો ઉપયોગ થાય છે, જે ઓરીજીનલ પનીર કરતાં અડધા કરતાં પણ ઓછી કિંમતે તૈયાર થઈ જાય છે. એનલોગ પનીર દેખાવમાં ઓરીજીનલ પનીર જેવું જ હોવાથી પનીરને બદલે એને જ પનીર તરીકે ખપાવી એનો છૂટથી ઉપયોગ થાય છે અને લોકો સાથે છેતરપિંડી કરવાની સાથે તેમના સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં થાય છે. પનીર જેવા દેખાતા એનાલોગ પનીરથી બચવા પનીર ખાતા પહેલા ચકાશો કે આખરે તમે જે પનીર ખાઓ છો તે નકલી કે એનાલોગ પનીર તો નથી ને.

‘એનાલોગ પનીર’ શું છે?

એનાલોગ પનીર એ અસલ પનીર નથી, પરંતુ તેને પનીર જેવું બનાવવા માટે તેમાં વનસ્પતિ તેલ, સ્ટાર્ચ, મિલ્ક પાવડર અને વિવિધ કેમિકલ્સ હોય છે. તેના પેકિંગ પર સ્પષ્ટ લખેલું હોય છે કે ‘આ દૂધમાંથી બનેલું નથી’, છતાં હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકો નફાની લાલચમાં તેને શુદ્ધ પનીર તરીકે ખવડાવે છે. શુદ્ધ પનીરનો ભાવ ₹400 પ્રતિ કિલોની આસપાસ છે, જ્યારે એનાલોગ પનીર હોલસેલમાં માત્ર ₹200થી 250માં મળી રહે છે. એનાલોગ પનીરનું વધું પડતું કે એકધારું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેથી તેને ભોજનમાં ટાળવું જોઈએ.

ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો વેંચવા પર જેલ નહીં માત્ર દંડની જ જોગવાઈ!

સેન્ટ્રલ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે ખાદ્ય સુરક્ષા કાયદામાં ઘણા સુધારા કર્યા છે. હવે જો કોઈ વ્યક્તિ ભેળસેળયુક્ત તરીકે પ્રમાણિત ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો વેચે છે, તો તેને જેલ થશે નહીં પરંતુ દંડ ભર્યા પછી જ તેને મુક્ત કરવામાં આવશે. પહેલા દાળ, પનીર, ખોયા, દૂધ અને આઈસ્ક્રીમ જેવી વસ્તુઓમાં ભેળસેળ માટે સજાની સાથે જેલની જોગવાઈ હતી. પરંતુ હવે વનસ્પતિ તેલ અને અન્ય કૃત્રિમ પદાર્થોમાંથી બનેલી વસ્તુઓને કાનૂની માન્યતા મળી છે. શુદ્ધ પનીરની વ્યાખ્યા બદલીને, વનસ્પતિ તેલ, સોયા પ્રોટીન અને દૂધ પાવડરમાંથી બનેલા પનીરને પણ માન્યતા આપવામાં આવી છે. તેવી જ રીતે વનસ્પતિ તેલમાંથી બનેલી આઈસ્ક્રીમ જેવી વસ્તુઓને ’ફ્રોઝન ડેઝર્ટ’ નામ આપીને વેચવાને કાયદેસર બનાવવામાં આવી છે. ફૂડ સેફ્ટી એક્ટની કલમ 63 જેમાં લાયસન્સ વિના ખાદ્ય પદાર્થો વેચવા બદલ 6 મહિનાની જેલની જોગવાઈ હતી, તેને પણ દૂર કરવામાં આવી છે. હવે ફક્ત 10 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે.

રેસ્ટોરન્ટે મેનૂમાં ‘નકલી’ પનીરનો ઉલ્લેખ કરવો જરૂરી

હોટેલ-રેસ્ટોરન્ટએ તેમના ખાદ્ય વાનગીઓમાં વપરાતા પનીરના પ્રકારનો ઉલ્લેખ કરવો જોઈએ એવી માંગ લાંબા સમયથી છે. તમામ રેસ્ટોરન્ટ્સે તેમના મેનૂમાં સ્પષ્ટ કરવું પડશે કે, ‘તેમની વાનગીઓમાં પરંપરાગત ડેરી આધારિત પનીર છે, કે પછી એનાલોગ પનીર’ (‘નકલી’ અથવા ‘નોન-ડેરી’) છે. એનાલોગ પનીર ડેરી પનીરથી અલગ છે અને ગ્રાહકોને જાણવાનો અધિકાર છે કે તેમને શું પીરસવામાં આવે છે. ભારત સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે એનાલોગ પનીરના મેન્યુફેક્ચરિંગ અને ઉપયોગને માન્યતા આપી છે. જોકે સરકારે અમુક શરતો રાખી છે, જેમાં ગ્રાહકને જણાવીને તેમને આ પનીર પિરસવાનો મુખ્ય નિયમ છે પરંતુ કમનસીબે આ થતું નથી.

You Might Also Like

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

જંગલેશ્ર્વરમાં ડીમોલિશનના કાટમાળ વચ્ચે ફરી ગેરકાયદે બાંધકામો શરૂ

સોરઠીયાવાડી વીજ કચેરીમાં ફોનનું રિસિવર નીચે મૂકી દેવાતા વિવાદ…

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લોકસભા સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીએ ન કર્યા હસ્તાક્ષર, કોંગ્રેસે આપ્યું કારણ
Next Article રાજકોટિયન્સને રાહત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
રાજકોટ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
રાજકોટ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?