15 વર્ષથી કામ કરતાં બંગાળી બંધુ સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ
પત્ની બીમાર છે, સામાન ફેરવવાના બહાને ઘરને તાળું મારી છું થઈ ગયા
- Advertisement -
રાજકોટ
રાજકોટ સોની બજારમાં વધું એક સોની વેપારી સાથે કરોડોની છેતરપીંડી થઈ છે બંસીધર જવેલર્સનું ફાઇન કરવાં લીધેલ રૂ.2.56 કરોડનું સોનું લઈ બંગાળી બેલડી ફરાર થઈ જતાં ખળભળાટ મચી ગયો હતો છેલ્લા 15 વર્ષથી સોની બઝારમાં રહેતાં બે ભાઈઓએ વેપારીને દેશભરના સારા-સારા વેપારી ઓળખે છે, તમે મેટલ રોકો તો આપડે મોટે પાયે કામ ચાલુ કરીયે કહીં અલગ અલગ સમયે સોનુ પડાવી છેતરપીંડી આચરતાં એ ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
બનાવ અંગે લક્ષ્મીવાડી મેઇન રોડ નરેન્દ્ર પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતાં આશિષભાઇ જાદવજીભાઈ નાંઢા ઉ.41એ મૂળ બંગાળના હાલ ભગવતીપરા અમૃત વિલા એપાર્ટમેન્ટમાં રહેતા ગૌરાંગોદાસ તરૂણદાસ, તેનો ભાઈ સૌરભ તરૂણદાસ સામે એ ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા 25 વર્ષથી સોનીકામ કરે છે. હાલ સોની બજાર જુની ગધીવાડ શ્રધ્ધા કોમ્પલેક્ષમાં શ્રી બંસીધર જવેલર્સ નામની દુકાન છેલ્લા એક વર્ષથી ચલાવે છે તેમજ તે સિવાય કોઠારીયા નાકા ચોક પાસે આવેલ એવન કોમ્પલેક્ષમાં બંસીધર સેલ્સ નામની દુકાન વર્ષ 2008થી ચલાવે છે છેલ્લા એક વર્ષથી બંગાળી કારીગર રાખી દાગીના બનાવડાવતો હતો બંગાળી કારીગર ગૌરાંગો અને તેનો ભાઈ સૌરભદાસ, ગૌરાંગોનો સાળો બિલ્ટુ ત્યા છેલ્લા એકાદ વર્ષથી કામ કરે છે ગૌરાંગો તેમની દુકાન ખાતે આવતો જતો હોય જેથી તેને ફરિયાદી 15 વર્ષથી ઓળખે છે તેના ભાઇ સૌરભને 5 વર્ષથી ઓળખે છે તે મધુરજ ચેમ્બરમા બુલીયનનો વેપાર કરતાં ત્યારે ગૌરાંગો દાસ અને તેના ભાઇ મુરલીધર ચેમ્બરમાં કામ કરતા હતા. જુની ઓળખાણ હોય તેથી અવાર-નવાર તેમની પાસે આર.ટી.જી.એસ. દ્રારા સોનાની ખરીદી કરતા હતાં.
- Advertisement -
તે દરમ્યાન કહેલ કે, મારી પાસે ગુજરાત બહારના અને ગુજરાતના સારા-સારા વેપારી છે, તો તમે જો મેટલ રોકો તો આપડે વેપારીઓને કહીને મોટે પાયે કામ ચાલુ કરીએ ત્યારબાદ મુંબઇ રહેતાં સોનાના વેપારી દીલીપભાઇ સાથે વાત કરાવી હતી. બાદમાં વર્ષ 2023થી ખાલી રહેલ જગ્યામાં કારીગરોના કામ માટેની પુરતી સગવડ કરી જરૂરી મશીનરી લઇ આવેલ અને કામ શરૂ કરેલ હતુ. કામ શરૂ કર્યા બાદ તા.20/01/2024 ના 500 ગ્રામ, તા.22 ના 500 ગ્રામ તથા તા.23 ના 500 ગ્રામ તા.24 ના 500 ગ્રામ તા.25 ના 250 ગ્રામ તા. 26 ના 250 ગ્રામ તેમ કરી અઢી કીલો સોનુ ગૌરાંગો તથા સૌરભને આપેલ હતું. બંને રાબેતા મુજબ સોનાના દાગીના ઘડામણનું કામ કરતા અને ગૌરાંગોએ તેના સંપર્કમા રહેલા વેપારીઓ સાથે મુલાકાત પણ કરાવેલ હતી જે માટે તેઓ ઇન્દોર પણ ગયેલા હતા તે બાદ વર્કશોપમાં નિયમીત કામ ચાલતુ હતું, તેઓ ને માર્ચ 2024 માં હોલમાર્કનુ ઓડીટ હોય અને તેમના લાયસન્સનુ પ્રક્રિયામાં વ્યસ્ત હોય જેથી કારખાનું ગૌરાંગો, તેમના ભાઇ અને સાળો સંભાળતા અને તેમને હિસાબ આપતા હતા.
ત્યારબાદ તેઓ હોલમાર્કના કામમાંથી ફ્રી થતાં કારીગર ગૌરાંગોએ કહેલ કે, આપણા વર્કશોપમા કાસ્ટીંગનુ જે મેઇન કામ છે તે બહાર દેવુ પડે છે, જો કાસ્ટીંગનુ મશીન હોય તો ધણુ ખરૂ ઘટ આપણી બચી જશે જેથી કાસ્ટીંગ મશીનની તપાસ કરી મશીન સપ્ટેમ્બર માસમાં ખરીદ કરેલ હતુ. તે મશીન કેવી રીતે ચલાવવાની જાણકારી માટે 5 દિવસ સુધી તે ટ્રેનીંગ માટે જતા હતા. ત્યારબાદ ગૌરાંગોએ જણાવેલ કે થોડી સોનાની વ્યવસ્થા ગોઠવો વેપારીની ડીમાન્ડ પુરી નથી થઇ રહી તેથી તા.23/07/2024 ના રોજ 1125.920 ગ્રામ, તા. 24 ના 810.920 ગ્રામ સોનાની વ્યવસ્થા કરી ગૌરાંગો દાસને આપેલ હતું. આરોપીને કુલ 4436.840 ગ્રામ સોનુ સોનીકામ માટે આપેલ હતુ જેમાથી અલંકાર જ્વેલર્સ ઇન્દોરને તેણે કામ કરી આપેલ તે 620 ગ્રામ સોનાના રૂપિયા તેમને બેંક ખાતામા આપેલ અને 3816.840 ગ્રામ સોનુ બાકી રહ્યુ હતુ. સોનાના વજનની તેમજ વેપારીની બધી જ માહીતી પેઢીના ચોપડે કાચી નોંધ રાખેલ છે. છેલ્લે તા.24/09 ના તમામ વેપારીઓને ફોન કરી ઉધરાણી કરી હતી. તથા તેમની પાસે રહેલ સ્ટોકની વિગત મેળવેલ હતી જેમા બધા વેપારીએ અમારી પાસે જે ઉધરાણી છે તે બરાબર છે તેની માહિતી આપેલ તેમાના એક બે વેપારી જે તેમના ટચમા હતા તેઓના નંબર લાગતા નથી તેવુ તેણે કહેલ હતુ.
ગઈ તા.03/10 ના રાત્રે ગૌરાંગોએ જણાવેલ કે, મારી પત્નીની તબીયત સારી નથી, કાલે હું દવાખાને લઇ જવાનો છુ, તો કાલે હુ અહીયા નહી આવી શકુ પરંતુ વર્કશોપ રાબેતા મુજબ ચાલુ રહેશે તા.04/10 ના વર્કશોપમા સવારથી તેમનો ભાઇ સૌરભ તથા તેમના કારીગરો કામ કરતા હોય સાંજના આશરે સાત સાડા સાત વાગ્યે સૌરભ અને તેમના કારીગરોએ કહેલ કે, કારીગરો માટે મકાન બદલવાનુ હોય તો વહેલા જઇએ છીએ કહીં બંને નિકળી ગયા બાદ પાંચ-દસ મિનીટમાં તેઓ વર્કશોપ પર આવતા આરોપી બંને ભાઈઓને ફોન કરતાં ગૌરાંગોએ કહેલ કે, મારી પત્ની બીમાર હોય અને નાનુ બાળક એકલુ રહેતુ ન હોય તો હું અત્યારે ઘરે છુ અને સૌરભ કારીગરોનો સામાન બદલાવવા ગયેલ છે જેથી તેમને દુકાને આવી જવાનું કહેતાં તેને કહેલ કે, મારે થોડી વાર લાગશે કહેતાં ફરિયાદી તેમના ઘરે જતાં બંન્ને ભાઇઓના ઘરે તાળા મારી નાસી છૂટ્યા હતાં.
જેથી બંગાળી કારીગર બેલડીએ ફરિયાદીનો વિશ્વાસ કેળવી સોનું ફાઇન કરવા લીધેલ 3816.840 ગ્રામ સોનુ રૂ.2.56 કરોડનો મુદામાલ ઓળવી જઈ નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.