ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણરૂપ એવા રેંકડી-કેબિન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી છે. એસ્ટ્રોન નાલા પાસે, જીવરાજ પાર્ક, યુનિ.રોડ પંચાયત ચોક, એસ.કે. ચોક, પુષ્કરધામ મેઈન રોડ, ધરાર માર્કેટ, આનંદ બંગલા ચોક પાસે, મવડી મેઈન રોડ, હરીહર ચોક, રામાપીર ચોકડી, નાના મૌવા પાસેથી રસ્તા પર નડતરરૂપ 19 રેંકડી-કેબિન જપ્ત કરવામાં આવી હતી. લક્ષ્મીનગર નાલા પાસે, આનંદ બંગલા, ગુરુપ્રસાદ ચોક, મવડી મેઈન રોડ, હરિહર ચોક, રેલ્વે જંકશન રોડ, રૈયા રોડ, અમિન માર્ગ, સાધુ વાસવાણી રોડ, જીવરાજ પાર્ક, રામાપીર ચોકડી પરથી જુદી-જુદી અન્ય 48 પરચુરણ ચીજવસ્તુઓ, પુષ્કરધામ મેઈન રોડ, લક્ષ્મીનગર નાલા પાસે, રામાપીર ચોકડી, પંચાયત ચોક, ચંદ્રેશનગર, જીવરાજ પાર્ક, આજીડેમ, રેલ્વે જંકશન રોડ, જ્યુબેલી, પાસેથી 879 કિલો શાકભાજી-ફળ જપ્ત કરવામાં આવેલ અને ઢેબર રોડ, કોઠારીયા રોડ, અમૂલ સર્કલ, યુનિ.રોડ, સંત કબીર રોડ, પેડક રોડ પાસેથી 46 બોર્ડ-બેનર જપ્ત કરવામાં આવ્યા હતા.
શહેરના જાહેર માર્ગો પર નડતરરૂપ 19 રેંકડી, કેબિનો અને 743 બોર્ડ-બેનરો જપ્ત કરાયા
